Gujarat News/ રાજ્યના અમદાવાદ, અમરેલી અને ગાંધીનગરમાં વરસાદી માહોલ,આજે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો

Top Stories Gujarat

Gujarat News : રાજ્યના વિવિધ વિસ્તારોમાં આસો મહિનામાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.  જેમાં અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં નવરાત્રિ આસપાસ ચોમાસું વિદાય લઈ લેતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે નવરાત્રિ દરમિયાન અને નવરાત્રિ બાદ પણ અનેક વિસ્તારોમાં અષાઢી માહોલ જામ્યો હોય એ રીતે વરસાદી આફત વરસી રહી છે. રવિવારે રાજ્યના 29 જિલ્લાના 131 તાલુકામાં વરસાદ વરસ્યા બાદ આજે પણ હવામાન વિભાગ દ્વારા 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં જોરદાર વરસાદી ઝાપટાં વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.જામનગર જિલ્લા અને શહેર વિસ્તારમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેથી મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. બીજી તરફ વરસાદના પગલે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.માંડવી અને મુન્દ્રા તાલુકામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જેથી માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભુજ અને નખત્રાણા તાલુકામાં એકથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. માંડવી અને મુન્દ્રા તાલુકામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જેથી માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે,ગઈકાલે ભુજ અને નખત્રાણા તાલુકામાં એકથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.અમરેલીના બગસરા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. સવારથી વાદળછાયું વાતવરણ અને અતિશય બફારા બાદ વરસાદ ખાબક્યો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જેથી ખેતીપાકોમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું અને ધોધમાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું. શહેરના એસજી હાઈવે, સરખેજ, હાઇકોર્ટ, શિવરંજની, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું.આથી રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મધરાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદે ધમાકેદાર બેંટીગ કરી હતી. જેને સાથે અંદાજે દોઢ કલાકમાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વરસાદી પાણીમાં વહેતી થઈ હતી. જેને પગલે ખેડૂતો દ્વારા વેચાણ અર્થે લાવવામાં આવેલ શીંગ પલળી જવાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની થવા પામી છે.

અમરેલી જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો છે. સાવરકુંડલામાં આજે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.ગાંધીનગરમાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગઈકાલે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. એજ રીતે આજે બપોરે ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી તરફના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું પડયું હતું. જો કે ગણતરીની મિનિટોમાં જ વરસાદ બંધ પણ થઈ ગયો હતો.રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ઓક્ટોબરમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. આજદિન સુધીમાં રાજ્યમાં સરેરાશ 140 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 187 ટકા, સૌરાષ્ટ્ર ઝોન 151 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 145 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 134 ટકા અને ઉત્તર ગુજરાત ઝોન 115 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત પોલીસે કરી ત્રણ હજાર કરોડનો સટ્ટો રમાડતા રાજસ્થાની બુકીની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાત પોલીસને આ કામ બદલ મળ્યો પ્રતિષ્ઠીત પુરસ્કાર, ગૃહમંત્રીએ એનાયત કર્યો એવોર્ડ

આ પણ વાંચો: ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિનની ગુજરાત પોલીસ દ્વારા અનોખી ઉજવણી