Ahmedabad News/ કરોડરજ્જુની સમસ્યાવાળા 70 ટકા દર્દીઓ 30-50 વર્ષનાં હોય છે

મુખ્યત્વે પીઠનો દુખાવો-અને બીમારીના મૂળ તેમની જીવનશૈલીમાં છુપાયેલાં હોય છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : કરોડરજ્જુની સમસ્યા ધરાવતા 70 ટકા જેટલા દર્દીઓ 30થી 35 વર્ષના હોવાનો ચિંતાજનક ખુલાસો થયો છે. જેમાં જીવનશૈલી, ડ્રાઈવીંગ, કસરત વગેરે જેવા પરિબળો કારણભૂત હોય છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને ફિઝિયોથેરાપી સ્પાઇન સર્જનો દરરોજ 300 દર્દીઓની જુએ છે તેમાથી મોટાભાગનાં લોકો 20 થી 30 વયનાં હોય છે ડો. પીયૂષ મિત્તલે જણાવ્યું હતું કે અડધાથી વધુ દર્દીઓ પીઠના દુખાવા માટે ઉપાયો માટે આવે છે.

મુખ્યત્વે પીઠનો દુખાવો-અને બીમારીના મૂળ તેમની જીવનશૈલીમાં છુપાયેલાં હોય છે. કેટલાક લોકોને ડ્રાઇવિંગને કારણે દુખાવો થાય છે, તો કેટલાક લોકોને બેકપેક ને કારણે પીઠનો દુખાવો થાય છે. જ્યારે કેટલાક લોકોને તેનાં કાર્યસ્થળ પર સરખી રીતે ન બેસતાં અને ઘણી કલાકો સુધી બેસવાથી પણ પીઠ દુખાવો થાય છે.ડોકટરે કહ્યું કે આજે ઓપીડીમાં લગભગ 70 ટકા દર્દીઓ 30 થી 50 વર્ષની વય જૂથનાં છે, અને લગભગ 25 ટકા વરિષ્ઠ નાગરિકો આવે છે, અને બાકીના નાના વય જૂથનાં હોય છે. શહેર-આધારિત નિષ્ણાતોએ પુરાવા-આધારિત સારવાર અને જીવનશૈલી બદલવા પર ભાર મૂક્યો હતો.

તેઓએ કહ્યું કે ઘણીવાર એવું જોવામાં આવે છે કે યુવાનો સોશિયલ મીડિયાના વિડિયોના આધારે વ્યાયામ કરે છે અને તેમની પીઠને નુકશાન પહોંચાડે છે. તાજેતરનાં વર્ષોમાં પીઠનો દુખાવો મહિલાઓમાં પણ વધુ જોવા મળ્યો છે. એપોલો હોસ્પિટલ્સના સ્પાઇન સર્જન ડો. પ્રવિણ સક્સેનાએ જણાવ્યું હતું કે એક દાયકા પહેલાંની સરખામણીમાં, જીવનશૈલી સંબંધિત કરોડરજ્જુની સમસ્યાઓમાં વધારો થયો છે.

તેમણે કહ્યું કે “લગભગ 90 ટકા સમસ્યાઓ જે આપણે નાની વયનાં લોકોમાં જોઈએ છીએ તે ખરાબ મુદ્રા, ખરાબ અર્ગનોમિક્સ અને તણાવને કારણે થાય છે. તેમણે જણાવ્યું કે લોકોએ નિયમિતપણે કસરત કરવી જોઈએ, નિયમિત વિરામ લેવો જોઈએ, તંદુરસ્ત આહાર લેવો જોઈએ અને કરોડરજ્જુના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે સારી મુદ્રામાં બેસવાની આદત કેળવવી જોઈએ.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મધ્યાહન ભોજન યોજનાના 43 લાખ બાળકોનો નાસ્તો બંધ કરાશે

આ પણ વાંચો: મધ્યાહન ભોજન યોજના આજથી પુન: શરૂ, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરાવ્યો પ્રારંભ

આ પણ વાંચો: ઢોર પણ ન ખાય એવું અનાજ બાળકો માટે! શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાં અસંખ્ય જીવાત