NIGERIA/ પેટ્રોલ લૂંટવા આવ્યા હતા, ટેન્કર ફાટ્યું, 94 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

ઘાયલોને નજીકની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Top Stories World

Nigeria News : નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ થયો છે, જેના કારણે અત્યાર સુધીમાં 94 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકો અને ઘાયલોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. નાઈજિરિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસનું કહેવું છે કે જીગાવા સ્ટેટ એક્સપ્રેસ વે પર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો પેટ્રોલ ભરવા માટે ટેન્કર તરફ જઈ રહ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ નાઈજીરિયામાં આ પેટ્રોલ ટેન્કરની સામે અચાનક એક ટ્રક આવી. જેના કારણે ડ્રાઈવરે ટેન્કર પરનો કાબુ ગુમાવતા ટેન્કર ટ્રક સાથે અથડાતા બચી ગયું હતું પરંતુ ડ્રાઈવર ટેન્કર પર કાબુ રાખી શક્યો ન હતો અને તે રોડ પર લહેરાતા પલટી મારી ગયો હતો. જ્યારે ટેન્કર પલટી ગયું, પેટ્રોલ રસ્તા પર ઢોળવા લાગ્યું અને લોકો લોભથી તેને ભરવા આવ્યા, ત્યારે જોરદાર વિસ્ફોટ થયો.ઘાયલોને નજીકની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થળ પર ખરાબ રીતે દાઝી ગયેલી લાશો પડી હતી. ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક લોકો બચાવ કાર્યમાં લાગેલા છે.

સ્થાનિક પોલીસ પ્રવક્તા લવાન શિઇસુ એડમના જણાવ્યા અનુસાર, જિગાવા રાજ્યમાં એક એક્સપ્રેસ વે પર ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. હાલમાં ઘાયલોને બચાવવા અમારી પ્રાથમિકતા છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ટેન્કર કાનો તરફથી આવ્યું હતું, જ્યારે તે મઝિયા પાસે પલટી ગયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:17 વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાયા, 13 ખરાબ રીતે દાજ્યા; કેન્યામાં સ્કૂલ હોસ્ટેલમાં ભીષણ આગ

આ પણ વાંચો:કેન્યામાં ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ફરી વળતા 50ના મોત

આ પણ વાંચો:કેન્યામાં સોનાની ખાણ ધરાશાયી થતા 5 લોકોના મોત, ઘણા લાપતા