IND vs NZ 1st Test Day 4 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ રહી છે. બેંગલુરુ ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ટીમ ઈન્ડિયાનો બીજો દાવ 462 રનમાં સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી સરફરાઝ ખાને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 150 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય રિષભ પંતે 99 રનની ઇનિંગ રમી હતી. કિવી ટીમને આ મેચ જીતવા માટે 107 રન બનાવવા પડશે. કિવી ટીમ તરફથી મેટ હેનરી અને વિલિયમે 3-3 વિકેટ ઝડપી હતી. ચોથા દિવસે વરસાદના કારણે ત્રીજું સત્ર રમાઈ શક્યું ન હતું. ન્યુઝીલેન્ડને પાંચમા દિવસે જીતવા માટે 107 રન બનાવવા પડશે.
ટીમ ઈન્ડિયા ઓલઆઉટ
ટીમ ઈન્ડિયાનો બીજો દાવ 462 રનમાં સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાના સરફરાઝ ખાને 150 રન બનાવ્યા હતા. કિવી ટીમ તરફથી મેટ હેનરી અને વિલિયમે 3-3 વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયાને આઠમો ઝટકો લાગ્યો છે
ટીમ ઈન્ડિયાની આઠમી વિકેટ પડી. અશ્વિન 15 રન બનાવીને આઉટ થયો હતો. તેને મેટ હેનરીએ આઉટ કર્યો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 458/8 છે.
ટીમ ઈન્ડિયાની સાતમી વિકેટ પડી
ટીમ ઈન્ડિયાની સાતમી વિકેટ પડી છે. જાડેજા 5 રન બનાવીને આઉટ થયો હતો. તેને પણ વિલિયમે આઉટ કર્યો હતો. વિલિયમે તેના બીજા સ્પેલમાં ત્રણ વિકેટ લીધી હતી.
રાહુલ આઉટ છે
ટીમ ઈન્ડિયાને છઠ્ઠો આંચકો લાગ્યો છે. રાહુલ 16 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. તેને પણ વિલિયમે આઉટ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટી બ્રેકના સમયે 6 વિકેટ ગુમાવીને 438 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાની લીડ 82 રન થઈ ગઈ છે.
ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો લાગ્યો છે
રિષભ પંત સદી ફટકારવામાં ચૂકી ગયો છે. તે 99 રનના સ્કોર પર ક્લીન બોલ્ડ થયો હતો. તેને વિલિયમે આઉટ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ પર 77 રનની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 433/5.
સરફરાઝ 150 રન બનાવીને આઉટ થયો હતો
ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાનની મેરેથોન ઇનિંગ્સનો અંત આવી ગયો છે. 195 બોલમાં રમાયેલી તેની 150 રનની ઇનિંગ્સમાં 185 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.
સરફરાઝે 150 રન પૂરા કર્યા
ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાને આ મેચમાં 150 રન પૂરા કર્યા છે. સરફરાઝની આ ઇનિંગમાં 18 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.
પંત સદીની નજીક છે
ભારતનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત મેચમાં સદી ફટકારવાની નજીક પહોંચી ગયો છે. તેણે અત્યાર સુધી પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા છે.
ભારતે આગેવાની લીધી
બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી છે. ટીમ ઈન્ડિયાએ હવે ન્યૂઝીલેન્ડ પર લીડ લેવાનું શરૂ કરી દીધું છે. ભારતનો સ્કોર 362/3
આ પણ વાંચો: હૈદરાબાદમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 શ્રેણીની છેલ્લી મેચ
આ પણ વાંચો: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીમાં ખેલાડીઓના નામ જાહેર, નવા ચહેરાઓના પણ સામેલ
આ પણ વાંચો: બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં રોહિત શર્માનું સ્થાન લેનારા પ્રબળ દાવેદારો
