Gujarat Weather News: ગુજરાતમાં વરસાદની (Gujarat Rain) આગાહી અનુસાર ગઈકાલે કેટલાય જિલ્લામાં વરસાદ પડ્યો હતો. બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં સરેરાશ પોણા ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના (Ahmedabad Rain) વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવ્યો હતો. શહેરના અમુક વિસ્તારોમાં બપોરના સમયે લોકો કંઇ વિચારે અને સમજી શકે તે પહેલા જ વાતાવરણે પલ્ટો લીધો હતો. તેના લીધે શહેરના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદના મેમનગર અને વિજયનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાના પગલે વાહનચાલકોની મુશ્કેલીમાં વરસાદ થયો છે.

ચોમાસાની વિદાય વચ્ચે અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયું હતું. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદના મેમનગર, નારણપુરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદે લોકોને રીતસરના ઊંઘતા ઝડપ્યા છે. દાહોદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. દિવસ ભર અસહ્ય બફારા બાદ રાત્રે વરસાદ વરસ્યો હતો. લીમડી નગરમાં અચાનક ધોધમાર વરસાદથી ઠંડક ફેલાઈ હતી. વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

હજુ પણ આગામી બે દિવસ વરસાદની આગાહી છે. 20 ઓક્ટોબરે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, વલસાડ, દમણ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન (Deep Depression) બનવાની શક્યતા હોવાથી આગામી 3 દિવસ ચક્રવાત (Cyclone) આવશે, ઠંડીની શરૂઆત થાય તે પહેલા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની ભીતિ છે. જ્યારે 22મી ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. ચોમાસા બાદ પણ વરસાદ સતત ચાલું રહેલા ખેડૂતો ચિંતિત બન્યા છે.

નવેમ્બરના છેલ્લા દિવસોએ (29 નવેમ્બર) ગુલાબી ઠંડીની (Winter) શરૂઆત થશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ગ્રહોની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો વરસાદથી ભરપૂર રહેશે. કેટલાય વિસ્તારો પાણીથી છલોછલ થઈ જવાના છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ નુકસાન થશે. તહેવાર ટાણે મોંઘવારીને માર લોકોએ સહન કરવો પડશે. આગામી 24 કલાક ભારે વરસાદ પડશે.

એટલું જ નહીં, 22 થી 24ઓક્ટોબર બંગાળની ખાડીમાં ભારે પવન સાથે વરસાદ આવશે, ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે બરફ પડશે. જેથી ઠંડીમાં વધારો થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 7 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત આવશે. જેની અસર 10 દિવસ પછી તારીખ 17 થી 19 સુધી વધુ વર્તાશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી તકલીફો વધી જશે. ચક્રવાતને કારણે તેની અસર ગુજરાતમાં થશે. 18 ઓક્ટોબર થી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાથી ચક્રવાત આવવાની વધુ સંભાવના છે. પરિણામે અણધાર્યો વરસાદ વરસશે. 24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદનું જોર રહેશે.
આ પણ વાંચો: મોડી રાત્રે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો, આગામી 3 દિવસ ભારે
આ પણ વાંચો: દિલ્હી-NCRમાં ઠંડીની દસ્તક,આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ
આ પણ વાંચો: આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, વરસાદ સાથે ઠંડીનું આગમન ધ્રૂજાવી નાંખશે
