Gujarat Weather News: ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની (Heavy Rain) શક્યતા રહેલી છે. અંબાલાલ પટેલે આજે ગુજરાતના અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, છોટાઉદેપુર જિલ્લામાં હળવો વરસાદ (Light Rain) પડશે તેવી આગાહી કરી છે. 19 ઓક્ટોબરે ડાંગ, તાપી, 20 ઓક્ટોબરે ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન (Deep Depression) બનવાની શક્યતા હોવાથી આગામી 3 દિવસ ચક્રવાત (Cyclone) આવશે, ઠંડીની શરૂઆત થાય તે પહેલા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની ભીતિ છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવેમ્બરના છેલ્લા દિવસોએ (29 નવેમ્બર) ગુલાબી ઠંડીની (Winter) શરૂઆત થશે. તેમણે જણાવ્યું કે ગ્રહોની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો વરસાદથી ભરપૂર રહેશે. કેટલાય વિસ્તારો પાણીથી છલોછલ થઈ જવાના છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ નુકસાન થશે. તહેવાર ટાણે મોંઘવારીને માર લોકોએ સહન કરવો પડશે. આગામી 24 કલાક ભારે વરસાદ પડશે.
એટલું જ નહીં, 22 થી 24ઓક્ટોબર બંગાળની ખાડીમાં ભારે પવન સાથે વરસાદ આવશે, ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે બરફ પડશે. જેથી ઠંડીમાં વધારો થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 7 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત આવશે. જેની અસર 10 દિવસ પછી તારીખ 17 થી 19 સુધી વધુ વર્તાશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી તકલીફો વધી જશે. 18 ઓક્ટોબર થી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાથી ચક્રવાત આવવાની વધુ સંભાવના છે. પરિણામે અણધાર્યો વરસાદ વરસશે.
21 થી 23 ઓક્ટોબર દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર જોવા મળશે. સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાત, કચ્છમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. બપોર પછી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડશે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદ સાથે ચક્રવાતની ભીતિ, વિસ્તારો પાણીથી છલોછલ થઈ જશે
આ પણ વાંચો:વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે ભારે વરસાદ પડશે, જાણો ક્યાં અપાયું છે એલર્ટ
આ પણ વાંચો:આગામી 24 કલાક ગુજરાત માટે ભારે! વરસાદે નથી લીધી વિદાય