Gujarat Weather News: ગુજરાતમાં આગામી 7 દિવસ મધ્યમ વરસાદની (Moderate Rain) શક્યતા રહેલી છે. અંબાલાલ પટેલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજથી અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન (Deep Depression) બનવાની શક્યતા હોવાથી આગામી 3 દિવસ ચક્રવાત (Cyclone) આવશે, ઠંડીની શરૂઆત થાય તે પહેલા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની ભીતિ છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવેમ્બરના છેલ્લા દિવસોએ (29 નવેમ્બર) ગુલાબી ઠંડીની (Winter) શરૂઆત થશે. તેમણે જણાવ્યું કે ગ્રહોની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો વરસાદથી ભરપૂર રહેશે. કેટલાય વિસ્તારો પાણીથી છલોછલ થઈ જવાના છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ નુકસાન થશે. તહેવાર ટાણે મોંઘવારીને માર લોકોએ સહન કરવો પડશે. આગામી 24 કલાક ભારે વરસાદ પડશે.

એટલું જ નહીં, 22 થી 24ઓક્ટોબર બંગાળની ખાડીમાં ભારે પવન સાથે વરસાદ આવશે, ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે બરફ પડશે. જેથી ઠંડીમાં વધારો થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 7 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત આવશે. જેની અસર 10 દિવસ પછી તારીખ 17 થી 19 સુધી વધુ વર્તાશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી તકલીફો વધી જશે. 18 ઓક્ટોબર થી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાથી ચક્રવાત આવવાની વધુ સંભાવના છે. પરિણામે અણધાર્યો વરસાદ વરસશે.
આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ તેમજ પંચમહાલ, દાહોદમાં વરસાદ રહેશે. આવતીકાલે અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, છોટાઉદેપુર, 21 થી 23 ઓક્ટોબર દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર જોવા મળશે. આજે અમરેલીના વળી ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. વરુડી,ચાંપાથળ, ફતેપુરા,માંગવાપાળ ગામોને એલર્ટ કરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર નહીં કરવાની સૂચના આપવામાં આવી છે. ઉપરવાસમાં વરસાદને લઈને ડેમમાં પાણીની આવક થઈ છે.
આ પણ વાંચો:રાજ્યમાં હજી પણ મેઘસવારી અકબંધ, 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની આગાહી
આ પણ વાંચો:વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે ભારે વરસાદ પડશે, જાણો ક્યાં અપાયું છે એલર્ટ
આ પણ વાંચો:આગામી 24 કલાક ગુજરાત માટે ભારે! વરસાદે નથી લીધી વિદાય
