Gandhinagar News/ ધોરણ 10- 12 બોર્ડની પરીક્ષા ફી જાહેર, આ ઉમેદવારોને ફીમાંથી અપાઈ મુક્તિ

ધો. 12 સાયન્સનાં નિયમિત વિદ્યાર્થીઓ માટે 695 રૂપિયા ફી નક્કીક કરવામાં આવી છે

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં લેવાનાર ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની ફી જાહેર કરી છે. જેમાં ધો. 10 નાં નિયમિત વિદ્યાર્થીઓ માટે 405 રૂપિયા ફી નક્કી કરાઈ છે.તેમજ ધો. 12 નાં સામાન્ય પ્રવાહનાં નિયમિત વિદ્યાર્થીઓ માટે 565 રૂપિયા ફી નક્કી કરાઈ છે. તો ધો. 12 સાયન્સનાં નિયમિત વિદ્યાર્થીઓ માટે 695 રૂપિયા ફી નક્કીક કરવામાં આવી છે.

તેમજ વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને ઉપયોગી સમાચારી સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવ્યું છે કે ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.27/02/2025 થી તા.13/03/2025 દરમ્યાન યોજાનાર છે.

આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરમાં કાયદાના ડ્રાફ્ટિંગના તાલીમ વર્ગ યોજાશે

આ પણ વાંચો: ગાંધીનગરમાં BNSના નવા કાયદા હેઠળ નોંધાઇ ફરિયાદ

આ પણ વાંચો: ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બે દિવસમાં ફરીથી મળી ધમકી