Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૪મી ઓક્ટોબરે બપોરે યોજાશે.વડાપ્રધા નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઓક્ટોબર-૨૦૨૪નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪મી ઓક્ટોબરે યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે ૨૪મી ઓક્ટોબરે બપોરે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૪મી ઓક્ટોબરે સવારે ૮-૩૦ વાગ્યાથી ૧૧-૩૦ કલાક સુધીમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.
આ પણ વાંચો: યુપીના ફ્રોડ દંપતીની અમદાવાદમાંથી થઈ ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદમાં મહિલા સાઇબર ક્રાઇમનો ભોગ બનીઃ ફ્રોડસ્ટરોએ 7.50 લાખ સેરવી લીધા
આ પણ વાંચો: 3700 કરોડ રુપિયાના બેન્ક ફ્રોડના 30થી વધુ કેસો સંદર્ભે CBIની અમદાવાદ, રાજકોટ સહિત દેશમાં 100 સ્થળોએ તપાસ
