Diwali 2024/ સરકારી કર્મચારીઓ આનંદો, દિવાળી પછી પડતર દિવસે રજા મળતા મળશે મિની વેકેશન

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. જેમાં સરકાર દ્વારા કર્મચારીઓ માટે દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે.

Gujarat Gandhinagar Top Stories Others Breaking News

Gandhinagar News: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. જેમાં સરકાર દ્વારા કર્મચારીઓ માટે દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી દિવાળી બાદ પડતર દિવસ પર પણ રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત દિવાળી, પડતર દિવસ, બેસતું વર્ષ અને ભાઈબીજની રજા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જેના કારણે સરકારી કર્મચારીઓમા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ કર્મચારી સંગઠન દ્વારા દિવાળી દરમિયાન સળંગ રજાની માંગણી કરવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેથી હવે સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર સુધી સળંગ રજાનો લાભ મળ્યો હતો

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર થકી જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યા મુજબ, 11 નવેમ્બરે બીજો શનિવાર હોવાથી રજા, 12 નવેમ્બરના રોજ દિવાળી અને રવિવારની રજા હતી. જ્યારે 13મીએ પડતર દિવસ બાદ 14 નવેમ્બરના રોજ મંગળવારે નૂતન વર્ષ અને 15 નવેમ્બરે ભાઈબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. આ રજાઓ વચ્ચે 13 નવેમ્બર સોમવારના રોજ સરકારી કચેરી ચાલુ રાખવામાં આવી હતી.

જો કે દિવાળી પર્વમાં સરકારી અધિકારી / કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુથી 13 નવેમ્બર સોમવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહી હતી. જેના બદલામાં 9 ડિસેમ્બરે બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદની ચાણક્યાપુરી સોસાયટીમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ

આ પણ વાંચો: અસામાજિક તત્વો બન્યા બેફામ! સરકારી સ્કૂલમાં આગ ચાંપી