Gujarat News : બામણાસા ઘેડ ખાતે સંયુક્ત કિસાન મોરચા અને ગુજરાત તથા ખેડૂત વિકાસ સમિતિ દ્વારા ખેડૂત મહામ પંચાયતનું આયોજન કરાયું હતું. જેમાં રેસલર અને કોગ્રેસના નેતા બજરંગ પુનિયા તથા અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં દર વર્ષે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેમાં ઘેડ પંથકના ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડે છે. ભારે વરસાદના કારણે ઘેડ પંથકના ગામડાઓમાં પાણી ફરી વળે છે અને ઘેડ પંથક બેટમાં ફેરવાય છે. ત્યારે ખેડૂતો દ્વારા ખેતરમાં આવેલા પાકને નુકસાન થતાં ખેડૂતો દ્વારા દર વર્ષે સરકાર પાસે સહાયની માગ કરવામાં આવે છે અને નુકસાની નું વળતર ચૂકવવા રજૂઆત કરવામાં આવે છે. જ્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય વળતર ન મળતા અને પૂરની પરિસ્થિતિનું કાયમી નિરાકરણ ન આવતા આજે બામણાસા ઘેડ ખાતે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રેસલર અને કોંગ્રેસ નેતા બજરંગ પુનિયા, યોગેન્દ્ર યાદવ, પાલ આંબલિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ઈકો સેન્સેટિવ ઝોન, પૂર સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.બામણાસા ઘેડ ખાતે સંયુક્ત કિસાન મોરચા અને ગુજરાત તથા ખેડૂત વિકાસ સમિતિ દ્વારા ખેડૂત મહામ પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ સહિત હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોની આ મહાપંચાયતમાં ઘેડની અતિવૃષ્ટિ પૂરની પરિસ્થિતિ કમોસમી વરસાદ , તેમજ ઈકો સેન્સેટિવ ઝોનને લઈ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે પહેલવાન બજરંગ પુનિયા, યોગેન્દ્ર યાદવ, જીગ્નેશ મેવાણી, ઈશુદાન ગઢવી, પાલ આંબલીયા દ્વારા ખેડૂતોની સમસ્યાઓને લઈ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પાયમાલ કરવાની નીતિ ઘડવામાં આવી રહી છે અને ખેડૂતોને તેના પાકનું યોગ્ય વળતર ન ચૂકવી ખેડૂતોની કોઈ ચિંતા ન થતી હોવાનું કહેવામાં આવ્યું હતું.
જ્યારે યોગેન્દ્ર યાદવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જંગલને અને સિંહને જો બચાવવા હોય તો ખેડૂતોને બચાવવા જરૂરી છે.બજરંગ પુનિયાએ વધુમાં જણાવ્યું કે, આપણા દેશને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે તેમ છતાં પણ ખેડૂતોને પોતાના પાકનું યોગ્ય વળતર મળતું નથી. જ્યારે ચૂંટણી યોજાય છે ત્યારે મોટા મોટા વાયદાઓ કરી ત્યારબાદ ગાયબ થઈ જાય છે. જેને લઇ આજે પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જ્યારે પંજાબ અને હરિયાણા બોર્ડર પર ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યુ હતું ત્યારે દીકરીઓને લાકડીઓ મારવામાં આવી રહી છે. ત્યારે હું એક ખેલાડી તરીકે કહી રહ્યો છું કે જ્યારે આપણી દીકરી કોઈ રમતમાં એવોર્ડ કે સન્માન મેળવે છે ત્યારે તે દેશની દીકરી બની જાય છે. આ દીકરીઓ જ્યારે જંતર મંતર મેદાનમાં આંદોલન કરી હતી. ત્યારે તેને ખબર પૂછનાર કોઈ ન હતું રહી હતી ત્યારે તેની ખબર પૂછનાર કોઈ નહોતું.બજરંગ પુનિયાએ વધુમાં જણાવ્યું કે, સરકારમાં ત્યારે ભાજપના સાંસદો દ્વારા પત્રો મોકલવામાં આવ્યા હતા. તે સમયે હું ખેલાડી બહેનો સાથે તેમના આંદોલનમાં સાથ આપી રહ્યો હતો. પરંતુ તે સમયે સરકારમાંથી કોઈએ સાથ આપ્યો ન હતો. ત્યારે આપણી ખેલાડી બહેનો સાથે દૂર વ્યવહાર કરનાર લોકો સાથે સરકાર ઊભી રહે છે ત્યારે આવી સરકારને રાખીને શું કરશું. ?

આ સરકારના કારણે ખેડૂતો ખેલાડીઓ જવાન સૌ દુઃખી છે. આ લડાઈ માત્ર ખેતરમાં વાવેલા પાકની નથી પરંતુ આપણી પેઢીઓ બચાવવાની છે. હાલના સમયમાં યુવાનો બેરોજગારી સહન કરી રહ્યા છે. ત્યારે આજે હું અહીં આ ખેડૂત આંદોલનમાં આવ્યો છું. ત્યારે જે ખેડૂતો અને સંયુક્ત કિસાન મોરચો જે લડાઈ લડી રહ્યા છે તેની સાથે છું. પહેલવાન અને ખેડૂત ક્યારે પણ હાર માનતા નથી.બજરંગ પુનિયાએ વધુમાં જણાવ્યું કે, મને કોઈ તકલીફ ન હતી હું શાંતિથી મારું જીવન જીવી રહ્યો હતો અને પહેલવાની કરી રહ્યો હતો. પરંતુ જ્યારે દીકરીઓના માન સન્માનની વાત આવી ત્યારે મારે રોડ પર ઉતરવું પડ્યું હતું. ત્યારે જુનાગઢ જિલ્લાના ખેડૂતો પણ પોતાના હક માટે આજે લડાઈ લડી રહ્યા છે.
ત્યારે હાલના સમયમાં જે ખેડૂતો પોતાના ઘરમાં બેઠા છે તેને પણ પોતાના હક માટે બહાર આવવું પડશે. સરકારને આપણા દ્વારા જ બનાવવામાં આવે છે ત્યારે જો આપણે સૌ એકત્રિત થતું તો કોઈ સરકાર આપણી સામે કંઈ નથી.ત્યારે અગાઉ જંતર મંતર મેદાન પર ખેલાડી બહેનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે આખો દેશ આ બહેનો સાથે હતો.સંયુક્ત કિસાન મોરચાના સંયોજક યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, સંયુક્ત કિસાન મોરચા અને ઘેડ વિકાસ સમિતિ દ્વારા યોજવામાં આવેલ ખેડૂત મહાપંચાયતમાં એક વાત નક્કી કરી દીધી છે કે જેને ગુજરાત મોડલ કરીને આખા દેશમાં બતાવવામાં આવી રહ્યું છે. આ મોદીનું મોડલ છે ખેડૂતનું કે મજૂરનું મોડલ નથી. મને જોઈને ઘણું દુઃખ થયું કે અહીં ઝેર વિસ્તારની ખૂબ જ કપરી પરિસ્થિતિ છે. જે રીતે વિકાસના નામ પર યોજનાઓ આવી છે તેના કારણે ખેડૂતોનો વિનાશ થયો છે. તે મામલે ગુજરાત સરકાર ઘણી અસંવેદનશીલ છે.

પ્રધાનમંત્રી દ્વારા ફસલ વીમા યોજના ચાર વર્ષ પહેલા જ બંધ કરી દીધી છે. પરંતુ ચાર વર્ષથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે જેનો એક રૂપિયો પણ ખેડૂતોને મળ્યો નથી. ત્યારે પ્રધાનમંત્રીના પ્રદેશમાં જ ખેડૂતને મગફળીનો પૂરતો ભાવ મળ્યો નથી. ત્યારે ગુજરાતના લોકો અને ખાસ કરીને ઘેડ પંથકના લોકો પોતાનું અલગ મોડેલ બનાવશેત્યારે ઇકો ઝોનના નામ ઉપર અહીં જે થઈ રહ્યું છે તે આખી દુનિયાના અનુભવ કહે છે કે વન વિભાગ ક્યારેય પણ જંગલને બચાવી શકે નહીં. જંગલ પર્યાવરણ અને સિંહ ત્યારે જ બચી શકે જ્યારે ખેડૂત અને માલધારી બચી શકે. ત્યારે ખેડૂતો અને માલધારીઓને કનડગત કરી જંગલ બચાવી શકાય નહીં. અને આ વાત ગુજરાત સરકારને સમજમાં નથી આવતી તે ખૂબ દુઃખની વાત છે.
આ પણ વાંચો:સુરત પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 આરોપીને ઝડપ્યા
આ પણ વાંચો:હવે, પોલીસ પણ નકલી નીકળી! સુરત પોલીસે ‘નકલી પોલીસ’ને ઝડપી પાડી
