Israel-Iran conflict/ ઈરાનના નેતા આયાતુલ્લા અલી ખામેનીએ X પર પોસ્ટ કરતા એકાઉન્ટ સસ્પેન્ડ

ખામેની તેના મુખ્ય X એકાઉન્ટ પર વારંવાર હિબ્રુમાં પોસ્ટ કરે છે,

Top Stories World Breaking News

Jerusalem News: ઈરાન (Iran) અને ઈઝરાયેલ (Israel) વચ્ચે વધતા તણાવ દરમિયાન ઈરાનના નેતા આયાતુલ્લા અલી ખામેનીનું (Ayatollah Ali Khamenei) હિબ્રુ ભાષાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખોલવામાં આવેલ નવું એકાઉન્ટ માત્ર બે પોસ્ટ પછી સસ્પેન્ડ (Account suspend) કરવામાં આવ્યું છે. ખમેનીએ રવિવારે તેમના નવા એકાઉન્ટમાંથી એક પોસ્ટમાં લખ્યું છે કે, “ઇઝરાયલી શાસને ભૂલ કરી છે અને ઈરાન અંગેની માન્યતામાં ભૂલ કરી છે. અમે તેને સમજાવીશું કે ઈરાની રાષ્ટ્ર પાસે શું શક્તિ, ક્ષમતા, પહેલ અને ઈચ્છા શું છે.” શનિવારે ખામેનીના એકાઉન્ટમાંથી હિબ્રુ ભાષામાં પહેલી પોસ્ટ આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે, “દયાળુ અલ્લાહના નામે.” બંને પોસ્ટ બાદ X એ આ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે.

ખામેની તેના મુખ્ય X એકાઉન્ટ પર વારંવાર હિબ્રુમાં પોસ્ટ કરે છે, ઘણી વખત ઇઝરાયેલ વિરુદ્ધ કડક ભાષાનો ઉપયોગ કરે છે. ખામેનીએ કહ્યું હતું કે ઈરાન પર ઈઝરાયેલના હવાઈ હુમલાને ન તો વધારવો જોઈએ અને ન તો ઓછો આંકવો જોઈએ. એક અહેવાલ મુજબ, ખામેનીએ રવિવારે કહ્યું કે ઇઝરાયેલ ઇરાન વિરુદ્ધ તેની કાર્યવાહીની અસર વધારવા માંગે છે, પરંતુ ઇરાન માટે આ હુમલાઓને નજીવા ગણાવવું પણ યોગ્ય નથી.

Iran Supreme leader Khamenei's X account in Hebrew suspended after just two  posts

ખામેનીએ કહ્યું કે, “તેઓ ઈરાન અંગે ખોટી ધારણાઓ કરી રહ્યા છે. તેઓ હજુ પણ ઈરાની લોકોની શક્તિ, ક્ષમતા, ચાતુર્ય અને નિશ્ચયને યોગ્ય રીતે સમજી શકતા નથી. અમારે તેમને આ બાબતો સમજાવવાની જરૂર છે,” બીજી પોસ્ટમાં, શનિવારના રોજ ઇરાને તેના લશ્કરી થાણાને નિશાન બનાવતા ઇઝરાયેલના હવાઇ હુમલામાં બે સૈનિકોના મોત થયા પછી ઇઝરાયેલે મિસાઇલ ઉત્પાદન સુવિધાઓ, સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ રેન્જ અને અન્ય “હવાઈ ક્ષમતાઓ” પર હુમલો કર્યો.

ઈરાન - BBC News ગુજરાતી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈઝરાયેલમાં ફરી ગોળીબાર, રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો પર ગોળીઓનો વરસાદ

આ પણ વાંચો:ગાઝા પર ઈઝરાયલનો કબજો મોટી ભૂલ હશે: જો બાઈડેન

આ પણ વાંચો:ઈઝરાયલ પીએમ નેતન્યાહુએ ભૂમિ આક્રમણ માટે પ્લાન તૈયાર કર્યો!