Ahmedabad News : અમદાવાદમાં અન્ય બનાવો સાથે લૂંટના બનાવોનું પ્રમાણ વધ્યું છે. દિવાળીના તહેવાર ટાણે જ અમદાવાદના વટવા વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી. જેમાં તાજેતરમાં શહેરના વટવા વિસ્તારમાં આવેલ એક ઘરમાં કામ કરતા ઘરઘાટીએ સગીરા ઉપર હુમલો કરીને લૂંટ અને હત્યાનો પ્રયાસ કર્યો હતો.સમગ્ર ઘટનામાં ઘરઘાટીએ સગીરાઓ પર ગંભીર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ઘરમાંથી 1.5 લાખ રોકડા અને ATM કાર્ડ લઈને ફરાર થયો હતો.
જે બાદ તેણે ATMમાંથી 10 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. સગીરા પર હુમલો થતા બંને ગંભીર રીતે ધાયલ થયા હતા. જેમાંથી હાલ એક સગીરાની તબિયત નાજુક હાલતમાં ફેરવાઇ છે.મળતી માહિતી મુજબ આરોપી ઘરઘાટી ઘણાં સમયથી ઘરમાં કામ કરતો હતો. ત્યારે પૈસાની લાલચમાં ઘરમાં ચોરી અને સગીરાઓ પર હુમલા કરવાની ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ આદરી હતી. અને ઘરઘાટીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:ઈસરો સ્વતંત્રતા દિવસે આપશે દેશવાસીઓને ખાસ ભેટ, EOS-8 સેટેલાઈટ કરશે લૉન્ચ
આ પણ વાંચો:વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઈસરોએ અંતરિક્ષ ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરી
આ પણ વાંચો:ચંદ્ર પર માનવ મોકલવાની પણ તૈયારી કરી ચુક્યું છે ઈસરો! જાણો ગગનયાન મિશન
