Ahmedabad News/ અમદાવાદમાં બોગસ આર્બિટ્રેટર જજ વિરુદ્ધ વધુ એક ફરિયાદ

અમદાવાદમાં બોગસ આર્બિટ્રેટર જજ (Arbitrator Judge) સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સિટી સિવિલ કોર્ટના (City Civil Court) રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં બોગસ આર્બિટ્રેટર જજ (Arbitrator Judge) સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સિટી સિવિલ કોર્ટના (City Civil Court) રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ શાહવાડીની જમીનમાં ગેરકાયદે ઓર્ડર કર્યાનું ખૂલ્યું છે. નકલી આર્બિટ્રેટર મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનની મુશ્કેલીમાં વધારો થયો છે. તે કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યા વગર જ ઓર્ડર પસાર કરતો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ભેજાબાજ ગઠિયો 2019થી 2024 સુધી બોગસ આર્બિટ્રેટર જજ બની ચુકાદા આપતો હતો. આમ કરીને તેણે આર્બિટ્રેશનએન્ડ કન્સીલિયેશન એક્ટ 1996ની જોગવાઈનો ભંગ કર્યો છે.

તેણે કોઈપણ પ્રકારના અધિકાર કે મંજૂરી વગર કે માન્ય પ્રમાણપત્ર વગર પોતાના આર્બિટ્રેટર જાહેર કરી દીધો હતો. તે કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યા વિના બોગસ આદેશ આપતો હતો. આરોપીએ છેલ્લા છ વર્ષમાં અનેક બોગસ આદેશ પસાર કર્યા હોવાનું ખૂલ્યું છે. આરોપી ખોટા ક્લેમ સ્ટેટમેન્ટ અને આર્બિટ્રેશન પ્રોસિડિંગ ઊભા કરતો. પોતાના ક્લાયન્ટો સામે ચાલી રહેલા કેસોમાં ગેરકાયદેસર ચુકાદા આપતો હતો.

ભેજાબાજ ગઠિયા સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે છેતરપિંડીના ગુનાઓની અનેક વાતો બહાર આવી છે. કારંજ પોલીસે આરોપીની ધરપકડ કરી હકીકત બહાર લાવવા કવાયત આદરી છે. આ પહેલાં મોરિસને જોવા માટે મેટ્રો કોર્ટમાં વકીલો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન મોરિસે કોર્ટમાં જાતે રજૂઆત કરી હતી. જેમાં લોની ડિગ્રીમાં PhD કરાયાનો દાવો કર્યો હતો. તેના નામની આગળ ડોક્ટરનું બિરૂદ્ધ લગાડ્યું હતું.

આ ઉપરાંત મોરિસે ધરપકડ બાદ ગાંધીનગર લઈ જઈ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લાત અને પટ્ટો માર્યો હોવાનું જણાવવામાં આવ્યુ હતું.ઉલ્લેખનીય છે કે, મોરિસ સામે ગુજરાત હાઇકોર્ટમાં પણ કોર્ટના તિરસ્કારની અરજી પણ થઈ હતી. હવે વધુ માહિતી મળી છે કે, DCB ખાતે વર્ષ 2007માં IPC 406 અને 420 મુજબ ફરિયાદ નોંધાઈ હતી તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને તેનું સભ્યપદ અને ડિગ્રીની ખરાઈ કરવા DCBએ પત્ર પણ લખ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નકલી Arbitrator મોરીસને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા, પોલીસે મારઝૂડ કર્યાની મોરીસની ફરિયાદ

આ પણ વાંચો: રાજ્યમાં નકલીઓનો રાફડો ફાટ્યો, બનાસકાંઠામાં નકલી સચિવ પકડાયો

આ પણ વાંચો: સુરતના નકલી PSIને ભાવનગર પોલીસે ઝડપ્યો, સોનીને ધમકી આપી રૂપિયા પડાવતો