Banaskantha News/ રાજ્યમાં નકલીઓનો રાફડો ફાટ્યો, બનાસકાંઠામાં નકલી સચિવ પકડાયો

બનાસકાંઠામાં નકલીઓનો રાફડો ફાટ્યો છે. નકલી જજ બાદ નકલી સચિવ સામે આવ્યા છે. શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લિકેટ લેટર બનાવ્યો છે. આ જ નકલી લેટરના આધારે શિક્ષકને બદલીનો ઓર્ડર પણ આપી દીધો.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 10 26T135921.699 રાજ્યમાં નકલીઓનો રાફડો ફાટ્યો, બનાસકાંઠામાં નકલી સચિવ પકડાયો

Banaskantha News: બનાસકાંઠામાં નકલીઓનો રાફડો ફાટ્યો છે. નકલી જજ બાદ નકલી સચિવ સામે આવ્યા છે. શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લિકેટ લેટર બનાવ્યો છે. આ જ નકલી લેટરના આધારે શિક્ષકને બદલીનો ઓર્ડર પણ આપી દીધો.

શિક્ષક બ્રિજેશ પરમારે સચિવનો નકલી હુકમ બનાવ્યો છે. મજાદરની પ્રાથમિક શાળામાં શિક્ષક બ્રિજેશ પરમાર નોકરી કરે છે. ડુવા પ્રાથમિક શાળાના શિક્ષકને નકલી ઓર્ડર આપ્યો છે. શિક્ષણ અધિકારે શિક્ષક બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કર્યો છે.  શિક્ષણ અધિકારીએ પોલીસ ફરિયાદના આદેશ આપ્યા છે.

આ પહેલા રાજ્યમાં નકલી પીએ અને નકલી સીએમઓ અધિકારી પછી જૂનાગઢમાં નકલી ડીવાયએસપી ઝડપાયો હતો. આ શખ્સની ઓળખ વિનીત બંસીલાલ દવે તરીકે થઇ છે. વિનીત નકલી ID સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો. 2.11 કરોડથી પણ વધુની  છેતરપિંડી પણ આચરી છે.

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી DYSPને પોલીસ તંત્રએ ઝડપ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે પોલીસ ખાતામાં નોકરી આપવાનું કહીને 17થી વધુ લોકો સાથે ઠગાઇ કરી છે. નકલી DYSP વિનિતે પોલીસ કર્મચારીઓના કાર્ડ પર ફોટો લગાવી રોફ જમાવતો હતો. હાલ પોલીસ પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે.

થોડા દિવસ અગાઉ વરૂણ પટેલ નામના શખ્સે ગૃહમંત્રીના નકલી PA તરીકેની ઓળખ આપી હતી. વરૂણ પટેલે નકલી PAની ઓળખ આપી પોલીસ જવાનો સાથે મારામારી કરી હતી. પોલીસ જવાનોને માર મારી તેમની ગાડીનો પીછો કર્યો હતો. જે સમગ્ર બનાવના પગલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. વરૂણ પટેલ, આકાશ પટેલ અને પુનાક પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો

આ પણ વાંચો: ડેપ્યુટી કલેકટર થઇ જેલના સળિયા પાછળ, નકલી અધિકારી બની સોનીને 12.38 લાખનો લગાડ્યો હતો ચૂનો

આ પણ વાંચો: સુરતમાં નકલી IPS અધિકારી ઝડપાવવાનો મામલો