Gujarat News/ કબૂતરબાજી કેસમાં એસએમસીએ કરી મોટી કાર્યવાહી, વારાણસીથી વધુ એક આરોપીની ધરપકડ

DGPએ SMCને કબૂતરબાજી કાંડની તપાસ સોંપી હતી,

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gujarat News: બોબી પટેલ (Boby Patel) કબૂતરબાજી કાંડ કેસમાં એસએમસીએ (State Monitoring Cell) મોટી કાર્યવાહી કરી છે. ઉત્તર પ્રદેશથી વધુ એક નાસતો ફરતો આરોપી પંકજ પટેલની (Pankaj Patel) ધરપકડ કરી પાસપોર્ટ, મોબાઈલ સહિત 2 અમેરિકન ડોલર જપ્ત કર્યા છે.

ઈન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગમાં (International Human Trafficking) ગુજરાતના બોબી પટેલ ઉર્ફે ભરત પટેલ અને તેના 2 સાગરિતોની ધરપકડ કરાઈ હતી, ત્યારે આ કેસમાં વધુ એક આરોપી પંકજ પટેલ છેલ્લા 22 મહિનાથી એસએમસી શોધખોળ કરી રહી હતી, ત્યારે બાતમીના આધારે ઉત્તર પ્રદેશમાં વારાણસીથી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી પાસપોર્ટ, મોબાઈલ, ડોંગલ, અમેરિકાના 2 ડોલર, આરોપીની હિસાબની ડાયરી પણ જપ્ત કરાઈ છે.

ગાંધીનગર: કબૂતરબાજી કાંડમાં SMCની મોટી કાર્યવાહી, બોબી પટેલના સાથી પંકજ પટેલની ધરપકડ

DGPએ SMCને કબૂતરબાજી કાંડની તપાસ સોંપી હતી, નાસતા ફરતા આરોપીને પકડવા રૂપિયા 25,000ના ઈનામની પણ જાહેરાત કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ થઈ છે. અગાઉ કબૂતરબાજીના માસ્ટર માઈન્ડ બોબી પટેલના 2 સાગરિતો પ્રવિણ પટેલ અને હિતેશ પટેલની મુંબઈમાં એસએમસીએ ધરપકડ કરી 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

આ કેસમાં મુખ્ય આરોપી બોબી રામભાઈ પટેલ સાથે મળીને આરોપીઓએ ગેરકાયદે અમેરિકા જતા માણસોના બનાવટી અને ખોટા પાસપોર્ટ મુંબઈમાં બનાવ્યા હતા. બાદમાં દિલ્હી અને મુંબઈના એજન્ટો મારફતે યુરોપના વિઝા મેળવી આપવાની લાલચ આપતા હતા. ઉપરાંત ગ્રાહકોને અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી યુરોપના કોઈપણ દેશમાં અને ત્યાંથી મેક્સિકો થઈને ગેરકાયદે અમેરિકા મોકલનારો આરોપી પ્રિયાંશુ આ કેસમાં વોન્ટેડ હતો. ધરપકડથી બચવા આરોપી પ્રિયાંશુ જુદી જુદી હોટેલોમાં રોકાતો હતો, એમપોલીસે જણાવ્યું હતું. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃમહેસાણા કબૂતરબાજીમાં 62 લાખનો ચૂનો, પોલીસ કર્મચારીની પત્ની સાથે જ છેતરપિંડી

આ પણ વાંચોઃકબૂતરબાજી કૌભાંડમાં એજન્ટોએ પેસેન્જરો પાસેથી શું કરાવ્યું…

આ પણ વાંચોઃકબૂતરબાજીના કેસમાં ફરાર આરોપી નવી મુંબઈની હોટેલમાંથી દોઢ કિલોગ્રામ સોના સાથે ઝડપાયો