Not Set/ દિલ્હીના ગ્રેટર કૈલાશના લૉ ફર્મમાંથી નવી 2000 ની ચલણી નોટ સાથે 13.5 કરોડ રૂપિયા ઝડપાયા

નવી દિલ્હીઃ નોટબંધી બાદ દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. શનિવારે દિલ્હીના ગ્રેટર કૈલાશ-1 વિસ્તારમાં લૉ ફર્મની ઓફિસમાં રેડ દરમિયાન લગભગ 13 કરોડ 50 લાખ રૂપિયાની રોકડ રમક ઝડપી પાડવામાં આવી છે, જેમાથી અઢી કરોડ રૂપિયા 2000 રૂપિયાની ચલણી નોટ હતી. પોલીસે આ મામલે ઇન્કમ ટેક્સ વિભાગને માહિતી આપી દીધી છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચના […]

Uncategorized

નવી દિલ્હીઃ નોટબંધી બાદ દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. શનિવારે દિલ્હીના ગ્રેટર કૈલાશ-1 વિસ્તારમાં લૉ ફર્મની ઓફિસમાં રેડ દરમિયાન લગભગ 13 કરોડ 50 લાખ રૂપિયાની રોકડ રમક ઝડપી પાડવામાં આવી છે, જેમાથી અઢી કરોડ રૂપિયા 2000 રૂપિયાની ચલણી નોટ હતી. પોલીસે આ મામલે ઇન્કમ ટેક્સ વિભાગને માહિતી આપી દીધી છે.

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ સીપી રવિંદ્ર યાદવે આજે એક પ્રેસ કૉન્ફ્રેન્સ કરીને જણાવ્યું હતું કે, દિલ્હીના ગ્રેડર કૈલાશમાં આવેલ લૉ ફર્મમાંથી 13.5 કરોડ રૂપિયા મળ્યાની માહિતી આપી હતી. તેમા 500 અને 1000 નોટ સિવાય 2000 ની ચલણી નોટ પણ હતી.