Junagadh News : ભારત દેશ 15 મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો હતો, પરંતુ જૂનાગઢ દેશની આઝાદીના 84 દિવસ બાદ એટલે કે 9 નવેમ્બર 1947ના દિવસે આઝાદ થયું હતું. આરજી હુકુમતની ચળવળ શરૂ કર્યાના 84 દિવસ બાદ જૂનાગઢને આઝાદી મળી હતી. ત્યારે આજે નવ નવેમ્બરના દિવસે જૂનાગઢનો આઝાદી દિવસ છે. જેને પગલે બહાઉદીન કોલેજ ખાતે જુનાગઢ મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર, ધારાસભ્ય, પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, સંતો મહંતો અને વહીવટી તંત્રની સાથે જુનાગઢ વાસીઓએ વિજય સ્તંભની પૂજા કરી હતી. જૂનાગઢ વાસીઓ 9 નવેમ્બરને બીજી દિવાળી તરીકે ઉજવે છે. તંત્ર દ્વારા વિજય સ્તંભની પૂજા અર્ચના બાદ સાંજના સમયે આતશબાજી કરી આજના દિવસની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, આજે 9 નવેમ્બર એટલે જૂનાગઢનો આઝાદીનો પર્વ છે. આપણો દેશ 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો હતો પરંતુ જુનાગઢ 9 નવેમ્બરના દિવસે આઝાદ થયું હતું. જુનાગઢ અને હૈદરાબાદના નવાબે દેશ આઝાદ થયો ત્યારે બંને રજવાડાઓને પાકિસ્તાન સાથે ભેળવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આરજી હુકુમતની રચના કરવામાં આવી હતી. જેમાં 241 જેટલા લડવૈયાઓ આર જી હકુમત સાથે જોડાયા હતા, તે સમયે દરેક ધર્મ અને જાતિના 4,000 થી વધુ લોકોની સેના બનાવવામાં આવી હતી. ત્યારે નવાબની સેના સામે ઝઝુમી આ સેનાએ 84 દિવસના સંઘર્ષ બાદ જૂનાગઢને 9 નવેમ્બરે આઝાદી અપાવી હતી.આજના આઝાદીના પર્વ નિમિત્તે બહાઉદીન કોલેજ ખાતે સ્થાપિત કરવામાં આવેલ વિજય સ્તંભની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

હજુ પણ આઝાદીના આટલા વર્ષો વીતવા છતાં પણ પાકિસ્તાનને જુનાગઢ આંખમાં ખૂંચી રહ્યું છે. પાકિસ્તાનને હજુ પણ ક્યારેક સપનામાં સુતા સુતા જુનાગઢ યાદ આવે છે. પાકિસ્તાનીઓ સપનામાં બોલે છે કે, જૂનાગઢ પાકિસ્તાનનું છે. લોકશાહી પદ્ધતિનું પહેલું મતદાન આ જૂનાગઢમાંથી થયું હતું. તે સમયે ભારત તરફથી વધુમાં વધુ મતદાન જૂનાગઢ વાસીઓએ કર્યું હતું અને ભારત સાથે જ રહેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આ દેશ અને જૂનાગઢના મુસલમાનો પણ જુનાગઢમાં જ રહેવા ઈચ્છે છે.જુનાગઢ એ પાકિસ્તાનનું છે એવા સપના જોવાનું પાકિસ્તાનીઓ બંધ કરી દે. જૂનાગઢ સંત, સુરા અને સાવજોની ભૂમિ છે.
કદાચ સિંહ પાકિસ્તાન પર હુમલો કરશે તો પાકિસ્તાન ભારતનું અંગ બનશે અને પાકિસ્તાનને જૂનાગઢની નીચે કામ કરવાનો સમય આવશે. જેથી પાકિસ્તાને જૂનાગઢના સપના જોવાનું બંધ કરવું જોઈએ.ગિરનાર ક્ષેત્રના મહંત ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, ભારત દેશની આઝાદી બાદ 84 દિવસ પછી જૂનાગઢને આઝાદી મળી હતી. આજે 9 નવેમ્બરના દિવસે જુનાગઢ વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આરજી હુકુમતના લડવૈયાઓ શામળદાસ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જૂનાગઢને આઝાદી અપાવી હતી. ત્યારે આજના આ આઝાદીના પર્વની સૌ જુનાગઢ વાસીઓને શુભેચ્છા.15 મી ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજોની તાનાશાહીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો પરંતુ જુનાગઢ અને સોરઠ પંથક ત્યારે જૂનાગઢના નવાબની આડોદાઈના કારણે આઝાદ થયું ન હતું.

જે બાદ સરદાર વલ્લભભાઈ પટેલ અને શામળદાસ ગાંધીના નેતૃત્વ નીચે આરજી હુકુમતની સ્થાપના કરવામાં આવી હતી. આ ચળવળમાં 241 લડવૈયા અને આસપાસના ગામડાઓના 4,000 થી વધુ લોકો આ આરજી હુકુમતની ચળવળમાં જોડાયા હતા. તે સમયે જૂનાગઢમાં પ્રથમ લોકશાહીનું મતદાન થયું હતું. જેમાં ભારત તરફી 2,91,688 મત અને પાકિસ્તાનને માત્ર 91 મત મળ્યા હતા. જૂનાગઢવાસીઓએ ભારત સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો.જૂનાગઢનું પ્રથમ લોકશાહી મતદાન તે સમયે થયું હતું. પાકિસ્તાન માટે લીલો અને ભારત માટે લાલ ડબ્બો રખાયો હતો, જેના અનુસંધાને 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ સ્ટેટનો કબજો હોર્વે જોન્સને રાજકોટ મોકલી વેસ્ટર્ન ઈન્ડિયા સ્ટેટના રીજનલ કમિશ્નર નીલમ બૂચને સોંપવામાં આવ્યો. ઐતિહાસિક પ્રેસ કોમ્યુનિક અને આરઝી હકૂમતનું સાહિત્ય તથા ફોટોગ્રાફ્સ ઈતિહાસવિદ્ પરિમલ રૂપાણીના સંગ્રહમાં આજે પણ સચવાયેલું પડ્યું છે.
જૂનાગઢના પ્રથમ એડમિનિસ્ટ્રેટર તરીકે ટી.એલ. શાહની નિમણૂક કરવામાં આવી હતી, સાથે જૂનાગઢનું સર્વ પ્રથમ લોકશાહી મતદાન યોજાયું હતું, જેમાં ભારતના પક્ષે 1,91,688 મત, જ્યારે પાકિતાનના પક્ષે માત્ર 91 મત પડ્યા હતા. એ વખતે હિન્દુસ્તાનના મત માટે લાલ ડબ્બો અને પાકિસ્તાનના મત માટે લીલો ડબ્બો રાખવામાં આવ્યો હતો. 25 સપ્ટેમ્બરના રોજ મુંબઇમાં આરઝી હકૂમતની સ્થાપના બાદ 30 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતેના જૂનાગઢ હાઉસને કબજે કર્યા બાદ સેનાએ સૌપ્રથમ રતુભાઇ અદાણીના માર્ગદર્શન હેઠળ અમરાપુર ધાનાણી ગામ કબજે કર્યું હતું. તે સમયે નવાબને જનાગઢમાં રહેવું અશક્ય લાગતાં પાકિસ્તાન સરકાર સાથે વાટાઘાટાના બહાને કેશોદ એરપોર્ટથી કરાંચી પ્લેન મારફતે પલાયન થઈ ગયા હતા.
આ પણ વાંચો:રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ
આ પણ વાંચો:રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી
