Mumbai News: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. રોહિત શર્મા પોતાના બાળકના જન્મને કારણે ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા ગયો નથી, પરંતુ દીકરાના જન્મ બાદ એવી શક્યતા છે કે તે ઓસ્ટ્રેલિયા જઇ શકે છે. રિતિકાએ શુક્રવારે 15 નવેમ્બરે મુંબઈમાં પોતાના બીજા બાળકને જન્મ આપ્યો હતો.
ક્રિકેટ બોર્ડ તરફથી રોહિત શર્મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી, કારણ કે તે પોતાના બાળકના જન્મની રાહ જોઈ રહ્યો હતો. હવે જ્યારે રોહિત શર્મા પિતા બની ગયો છે, ત્યારે તે આ ટેસ્ટ સિરીઝમાં પ્રથમ મેચથી જ ઓસ્ટ્રેલિયા અને ટી ઈન્ડિયા તરફથી કેપ્ટનશિપ કરવા રવાના થાય તેવી શક્યતા છે.
જો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા જાય છે તો ભારતના ઓપનિંગની સમસ્યા દૂર થઈ શકે છે, જેને લઈને ટીમ ઈન્ડિયા પરેશાન દેખાઈ રહી હતી. જો કે તે જશે કે નહીં તે અંગે કંઇ સ્પષ્ટ થયું નથી. આમ જોવા જઈએ તો પ્રથમ ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી છે, તેથી રોહિત પાસે સમય છે અને તે ચોક્કસપણે ટીમ ઈન્ડિયાના હિતમાં નિર્ણય લેશે.
ઓસ્ટ્રેલિયા જતા પહેલા ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે જો રોહિત શર્મા ઉપલબ્ધ નથી તો તેવામાં કેએલ રાહુલ કે અભિમન્યુ ઇશ્વરન યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી શકે છે. આમ જોવા જઈએ તો આ બંને બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામે સારો દેખાવ કરી શક્યા ન હતા, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે બીજો ઓપનર કોણ હશે તેના પર સવાલો ઉભા થઈ રહ્યા હતા.
ભારતીય ટીમ પર્થના વાકા સ્ટેડિયમમાં મેચ સિમ્યુલેશન હેઠળ રમી રહી છે. તે દરમિયાન કેએલ રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યો હતો. તેણે અમુક ઓવરો સુધી બેટિંગ કરી હતી, પરંતુ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાના બોલ પર ઈજા થઈ હતી. આ દરમિયાન સારવાર લીધા બાદ રાહુલ મેદાનની બહાર ચાલ્યો ગયો હતો, પરંતુ આ ઈજા ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું નથી.
આ પણ વાંચો: રોહિત શર્મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે સંભવતઃ નહીં જાય, જાણો શું છે કારણ
આ પણ વાંચો: બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં રોહિત શર્માનું સ્થાન લેનારા પ્રબળ દાવેદારો
આ પણ વાંચો: રોહિત શર્માએ રીટાયરમેંટ પર આપ્યું મોટું નિવેદન, પાકિસ્તાની ખેલાડીઓ પર સાધ્યું નિશાન
