Banaskantha News: પાલનપુરમાં (Palanpur) ઉમિયા બી.એડ. કોલેજના (Umiya B.Ed. college) સંચાલક સામે દોઢ કરોડ રૂપિયાના ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી છે. ઉમિયા કોલેજના ટ્રસ્ટના પ્રમુખે સંચાલક વિરૂદ્ધ સહી-સિક્કાનો દુરૂપયોગ કરી પગાર અને ફીની ઉચાપતની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહેરમાં આવેલી ઉમિયા બી.એડ. કોલેજના સંચાલક સામે દોઢ કરોડની ઉચાપત કર્યાની તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના ભરત બાંટીયા અને તેમની પત્ની પુષ્પાબેનની આચાર્યની લાયકાત ન હોવા છતાં બેંક ખાતું ખોલાવ્યું હતું.

વધુમાં, તેમને સહી સિક્કાનો દુરુપયોગ કરી પગાર અને ફીની દોઢ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. સંચાલકોએ ભાજપના નેતાઓ સાથે ફોટા દેખાડી કોલેજનું સંચાલન મેળવ્યું હતું. ઉમિયા કોલેજ ટ્રસ્ટના પ્રમુખ ગિરીશ જગાણીયાએ પોલીસ ફરિયાદ કરી છે.

આ પણ વાંચો:1,04,214 કરોડની ઉચાપતના આરોપમાં આ રિયલ એસ્ટેટ બિઝનેસમેનને મળી ફાંસીની સજા
