Ahmedabad News: અમદાવાદ એસજી હાઇવે અને ગાંધીનગરની કલોલ કોર્ટ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. અમદાવાદના SG હાઈવે પર બે સાઈકલ સવારોને બેદરકારી કાર ચાલકે ટક્કર માર્યાનું સામે આવ્યું છે.
હાઇકોર્ટ ઓવરબ્રિજ પર કાર ચાલકે સાઇકલ સવારને ટક્કર મારી. હાઈકોર્ટ પાસેના ઓવરબ્રિજ પર ડો.અનીસ અને સાઈકલ સવાર ક્રિષ્ના શુક્લા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે એસજી હાઈવે-1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કલોલ કોર્ટ રોડ પર અકસ્માતમાં એક મહિલાનું મોત બીજી તરફ ગાંધીનગરના કલોલ કોર્ટ રોડ પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા હતા. હિટ એન્ડ રનની ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કલોલ આરોગ્ય કેન્દ્ર ખાતે રોષે ભરાયેલા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જો કે પોલીસ પણ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં ડમ્પરે ટ્યુશનથી ઘરે જતાં બાળકને કચડ્યો, બાળકની હાલત ગંભીર
આ પણ વાંચો:સુરતમાં યુવકને 150 મીટર બોનેટ પર ઢસેડ્યો પછી ગાડી ચડાવી મોતને ઘાટ ઉતાર્યો..
આ પણ વાંચો:સુરત બોગસ ડોક્ટરોએ શરૂ કરેલી બોગસ હોસ્પિટલ એક જ દિવસમાં સીલ
