Devbhumi Dwarka News/ દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી : ખેડૂતોમાં ખુશીનો માહોલ

અગાઉના વર્ષોમાં ઉચકાયેલા મગફળીના ભાવ વચ્ચે હાલ માફકસર ભાવ મળતા ખેડૂતોએ હાલ રાહત અનુભવી હતી

Top Stories Gujarat

Devbhumi Dwarka News : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.જામ ખંભાળિયામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ નહીં થતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.બજારમાં મગફળીના ટેકાના ભાવ કરતા નીચા ભાવે મગફળી વેંચવા માટે ખેડૂતો મજબુર બન્યા હતા.આ ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન સ્વરૂપે તંત્રના કાન આમળવામાં આવ્યા હતા.આ પછી જામ ખંભાળીયામાં સલાયા રોડ પર આવેલ સુકી ખેતી કેન્દ્ર ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થતા ખેડૂતોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

અહીંના મગફળી ખરીદ કેન્દ્રમાં રૂ. 1350 જેટલો ભાવ મળતા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવીને ટેકાના ભાવે મગફળી વેંચવા આવી રહ્યા છે. સરકાર દ્વારા ત્રણ માસ સુધી ટેકાના ભાવે મગફળીની કરશે તેમ ગુજકો દ્વારા જણાવાયું છે.ત્યારે અગાઉના વર્ષોમાં ઉચકાયેલા મગફળીના ભાવ વચ્ચે હાલ માફકસર ભાવ મળતા ખેડૂતોએ હાલ રાહત અનુભવી હતી. જો કે બજાર કરતા ટેકાના ભાવ ઉંચા મળતા હોવાથી અહીં વધુ ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેંચવા આવે તેવો અનુરોધ કરાયો છે.ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે.

નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. ૧,૩૫૬.૬૦ પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.કોઇપણ અફવાઓ કે વાતોમાં આવ્યા વગર ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા રાજ્યભરના ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી પટેલે કહ્યું હતું કે, ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ ૪,૦૦૦ કિ.ગ્રા એટલે કે, ૨૦૦ મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા તેવા ખેડૂતો આગામી તા. ૧૦ નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૦૩-૧૦-૨૦૨૪ થી તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે તા. ૨૧મી ઑક્ટોબર થી ખરીદી શરૂ કરવામાં આવી છે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦૫ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. 7645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂ. 450 કરોડના મૂલ્યની 92000 મેટ્રિક ટન સોયાબીન, રૂ. 370 કરોડના મૂલ્યની 50970 મેટ્રિક ટન અડદ અને રૂ. 70 કરોડના મૂલ્યની 8000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ.8474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે મેડિકલ બોર્ડ માટે નિયમો જારી કર્યા

આ પણ વાંચો:માત્ર શંકાના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં, ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટનો ઐતહાસિક ચુકાદો, GRTના ચેરમેનની હકાલપટ્ટી