bangladesh news/ બાંગ્લાદેશમાં વધુ એક પૂજારીની ધરપકડ, હિન્દુઓમાં ભારે આક્રોશ: ચિન્મય કૃષ્ણ દાસને ન મળ્યા જામીન

મંગળવારે તેને જામીન આપવાનો ઈનકાર કરી દેવાયો હતો

Top Stories World

Bangladesh News : બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદથી લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના થોડા દિવસો બાદ બાંગ્લાદેશના ચટગાંવમાં એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા પૂજારીની ઓળખ શ્યામ દાસ પ્રભુ તરીકે કરવામાં આવી છે, જે કથિત રીતે જેલમાં ચિન્મય કૃષ્ણ દાસને મળવા ગયા હતાં.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોઈપણ સત્તાવાર વોરંટ સિવાય ધરપકડ કરવામાં આવી છે. ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે. જેમાં કહ્યું કે, ‘બીજા એક બ્રહ્મચારી શ્યામ દાસ પ્રભુની આજે ચટગાંવ પોલીસે ધરપકડ કરી લીધી.’બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ સોસાયટી ઑફ ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)ના ભૂતપૂર્વ સભ્ય હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની સોમવારે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે તેને જામીન આપવાનો ઈનકાર કરી દેવાયો હતો.

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદથી જ હિન્દુ મંદિર કટ્ટરપંથીઓના નિશાના પર છે. હિન્દુ મંદિરો પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બાંગ્લાદેશમાં ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગ, હિંદુઓ પર હુમલા વચ્ચે હાઈકોર્ટમાં અરજી

આ પણ વાંચો:બાંગ્લાદેશમાં ઇસ્કોનના સાધુ ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ સામે વિહિપ મેદાનમાં

આ પણ વાંચો:‘બાંગ્લાદેશે હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ’, ભારતે કેનેડાને પણ કડક શબ્દોમાં ફટકાર લગાવી