Gandhinagar News: ઇડી (ED)એ રાજ્યમાં 19 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 19 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 1.5 કરોડથી વધુની સ્થાવર મિલકત જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતમાં ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ રાજ્યમાં 19 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. પોસ્ટ ઓફિસમાં સરકારી ભંડોળના કથિત દુરુપયોગના કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ACB ગાંધીનગર દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં એફઆઈઆરના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.1.5 કરોડથી વધુની કિંમતની વિવિધ સ્થાવર મિલકતો રિકવર કરવામાં આવી છે.
ED દ્વારા કરાયેલી સર્ચ દરમિયાન 1 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી હતી. આ સિવાય 1.5 કરોડથી વધુની કિંમતની વિવિધ સ્થાવર મિલકતોની વિગતો મળી છે. આ કિસ્સામાં, ડેપ્યુટી પોસ્ટ માસ્ટર્સે છેતરપિંડી કરીને 606 બંધ આરડી ખાતા ખોલ્યા હતા. અને આરોપીઓએ બંધ ખાતા ફરી ખોલાવી છેતરપિંડી કરી હતી. જેમાં 18.60 કરોડના સરકારી ભંડોળના દુરુપયોગની ફરિયાદ નોંધવામાં આવી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની અમદાવાદ પ્રાદેશિક કચેરીએ રવિવારે જણાવ્યું હતું કે તેણે 29 નવેમ્બરના રોજ રાજકોટ, કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગર સહિત સમગ્ર ગુજરાતમાં પોસ્ટ ઓફિસોમાં સરકારી ભંડોળના કથિત દુરુપયોગને લગતા પાંચ કેસોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ રાજ્યમાં 19 સ્થળોએ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં ઇડી ત્રાટકી, મોટાપાયા પર બેનામી વ્યવહારોની શંકા
આ પણ વાંચો: ઇડી કેજરીવાલ વિરુદ્ધ પક્ષપાતી રીતે કામ કરી રહી છે
આ પણ વાંચો: જીઆઇડીસી કૌભાંડઃ શક્તિસિંહની હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસની માંગ
