Gujarat News/ રાજ્ય સરકારે વન્ય પ્રાણી દ્વારા થતાં માનવ કે પશુના મૃત્યુની સહાયમાં વધારો કર્યો

Gandhinagar News : રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે સિંહ, વાઘ, દીપડા, રીંછ, વરૂ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવે તેવા કિસ્સામાં વળતર ચુકવવામાં આવશે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News : જંગલી પ્રાણીઓ દ્વારા હુમલાની ઘટનાઓ સતત બનતી હોય છે. વન્ય પશુઓના હુમલામાં ક્યારેક મનુષ્ય કે પાલતું પ્રાણીઓના જીવ પણ જતાં હોય છે. હવે રાજ્ય સરકારે આવી ઘટનાઓમાં અપાતી સહાયમાં વધારો કર્યો છે.

વન તથા અભ્યારણ અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓના હુમલાની માનવ મૃત્યુ/ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે. આવા કિસ્સામાં સરકાર દ્વારા મૃતક વ્યક્તિ, ઈજાગ્રસ્ત વ્યક્તિ અને પશુઓના મોત થાય તો વળતર ચુકવવામાં આવતું હતું. હવે આ વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

વન્યપ્રાણી દ્વારા કોઈ માનવ પર હુમલો થાય અને તેનું મૃત્યુ થયું હોય તો તેવા કિસ્સામાં 10 લાખની સહાય, આ સિવાય ગંભીર ઈજા થાય તો 2 લાખ સુધીનું અને સામાન્ય ઈજાના કિસ્સામાં 25 હજાર સુધીનું વળતર ચુકવવામાં આવશે. રાજ્ય સરકારે પશુઓના મોત/ઈજાને લઈને પણ સહાય જાહેર કરી છે.

દૂધાળા પશુના મોત થાય તો 50 હજાર સુધીની સહાય, ઊંટ માટે 40 હજાર અને ઘેટા/બકરા માટે 5 હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવશે. ઉપરાંત બિન દૂધાળા પશુ માટે ઊંટ/ઘોડા/બળદ માટે 25 હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવશે. તો ગાયની વાછરડી, ગધેડો અને પોની માટે 20 હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગીર અને કાંકરેજ ગાયોના સંવર્ધનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર આપે છે વિશિષ્ટ સહાય

આ પણ વાંચો: પશુપાલન અને દૂધ ઉત્પાદન સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારની 16.89 કરોડની સહાય

આ પણ વાંચો: અમરેલી વન્ય પ્રાણીએ બે પશુઓનું કર્યું મારણ, ખેડૂતના તબેલામાં બાંધેલ વાછરડી અને વાછરડાનું કર્યું મારણ, ખેડૂતે વનવિભાગને કરી જાણ, વન વિભાગે પ્રાણીના સગડ જોઇ દિપડો હોવાની આપી માહિતી