Vadodara News : વડોદરા (Vadodara) સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં યુવતીને ખોટા આઇડી દ્વારા ફ્રેન્ડશિપ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી અને ત્યાર બાદ યુવતીનો વિશ્વાસ કેળવ્યો હતો અને આરોપીએ કહ્યું હતું કે, તે યુકેમાં હર્બલ એનર્જીમાં એન્જિયનર છે. ત્યાર બાદ યુવતીને ફોન કર્યો હતો કે, તમારા મિત્રનું પાર્સલ આવ્યું છે અને એરપોર્ટ ખાતે તે ક્લિરયન્સમાં છે અને ક્લિરન્સના નામે 2.62 લાખ રૂપિયા ભરાવી છેતરપિંડી આચરી હતી.
આ કેસમાં તપાસ કરતા જે પૈસા ગયા છે. જે દિલ્હી (Delhi) ખાતેના એટીએમથી વીડ્રો થયા છે. ત્યાર બાદ પીઆઇ પટેલ સહિતની ટીમ દિલ્હી ગઈ હતી અને તપાસ કરી હતી. ત્યારબાદ એક મહિના પછી ફરી બે ટીમો ગઈ હતી અને સતત 12 કલાકની રેકી કરી હતી અને 3 આરોપીને ઝડપી પાડ્યા હતા.
![]()
આ ત્રણેય આરોપી નાઈઝિરિયન છે. આરોપીના નામ લેઝુઓ ઓબિઓમાં જહોન (ઉ.વ. 50, રહે. સંતનગર, બુરારી, દિલ્હી, મુળ રહેવાસી. નાઇઝિરિયા), (2) જિબીલ મહોમદ (ઉ.વ. 22, રહે. સંતનગર, બુરારી, દિલ્હી, મુળ રહેવાસી. નાઇઝિરિયા) (3) એગબુલ્લે કેનીસ ઇકેન્ના (ઉ.વ. 41, રહે. યુનિટેક હોરાઇઝન હાઉસ, ગ્રેટર નોઇડા, ઉત્તર પ્રદેશ, મુળ રહેવાસી. નાઇઝિરિયા)ની ધરપકડ કરવામાં આવી છે. તેઓને વડોદરા ખાતે લાવીને રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. આ આરોપીઓ પાસેથી 500થી વધુ બેંક એકાઉન્ટ મળી આવ્યા છે અને તેઓની સામે 900થી વધુ ફરિયાદો થઈ છે.
પ્રાથમિક તપાસમાં 15 કરોડથી વધુનું ફ્રોડ આચર્યું હોવાની શક્યતા છે. આ લોકો દિલ્હી (Delhi)માં રહીને સમગ્ર નેટવર્ક ચલાવતા હતા. તેમના ફોનમાંથી મળેલી માહિતી પ્રમાણે ભારત અને ભારત બહારના લોકો સાથે તેઓએ છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું છે. આ આરોપીઓ પૈકી એક 2019માં બીજો 2022માં અને ત્રીજો 2023માં આવ્યો હતો અને તેઓના વિઝા પૂરા થઈ ગયા બાદ પણ અહીં રોકાયા હતા.
આ પણ વાંચો: દિલ્હી પોલીસ અને CBIના સ્વાંગમાં સીનીયર સિટીઝન સાથે 1.15 કરોડની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ
આ પણ વાંચો: મુંબઈમાં ડિજીટલ રીતે મહિલાની ધરપકડ, કેમેરામાં કપડા ઉતારવા માટે કરી લાખોની છેતરપિંડી
