Khyati Hospital Scam/ ખ્યાતિ કાંડઃ 112 દર્દીઓના મોત મામલે SITની રચના થશે

ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં ડોક્ટરોની ટીમે PMJAY હેઠળ 45 ટકા સર્જરી કરીને કરોડો રૂપિયાની કમાણી કરી છે. ત્રણ વર્ષમાં સર્જરી કરાવનાર 112 દર્દીઓના મોત અંગે ગૃહ વિભાગે બેઠક બોલાવી છે.

Top Stories Gandhinagar Ahmedabad Gujarat Breaking News

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં ડોક્ટરોની ટીમે PMJAY હેઠળ 45 ટકા સર્જરી કરીને કરોડો રૂપિયાની કમાણી કરી છે. ત્રણ વર્ષમાં સર્જરી કરાવનાર 112 દર્દીઓના મોત અંગે ગૃહ વિભાગે બેઠક બોલાવી છે. આ પછી, તબીબી નિષ્ણાતો, ફોરેન્સિક નિષ્ણાતો અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત નિષ્ણાતોની વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવશે.

PMJAYના અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. હાલના નિવેદનોના આધારે તપાસ ચાલુ છે, તેથી ગૃહ વિભાગે પણ રિપોર્ટ માંગ્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ અને SIT વધુ તપાસ કરશે. જો આ તપાસમાં PMJAY અને વીમા કંપનીઓની સંડોવણી જણાશે તો વધુ ગુનાઓ નોંધવામાં આવશે.

શનિવારે, પોલીસ નિષ્ણાતો સાથે તપાસ કરશે, જેથી તેમને સંપૂર્ણ માહિતી મળી શકે કે ડોક્ટરોએ કેટલી સર્જરી કરી અને કયા પ્રકારની. ખ્યાતી હોસ્પિટલના કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, ડો.સંજય પટોલિયા, મિલિંદ પટેલ, રાહુલ જૈન સહિતના આરોપીઓનો હેતુ દર્દીઓના બિનજરૂરી ઓપરેશન કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને અન્ય સરકારી યોજનાઓમાંથી કમાણી કરવાનો હતો. આ સમગ્ર કૌભાંડને લઈને ગૃહ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને તપાસ રિપોર્ટ માંગ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પ્રકાશમાં આવેલા 112 દર્દીઓના શંકાસ્પદ મૃત્યુની સાચી વિગતો જાણવા ગૃહ વિભાગે SITની રચના કરવાનો નિર્ણય લીધો છે. જેમાં દર્દીઓની સંપૂર્ણ વિગતો જેવી કે મેડિકલ હિસ્ટ્રી, ઓપરેશન પહેલાનો રિપોર્ટ, ઓપરેશન દરમિયાન હાજર ડોકટરો અને સ્ટાફ, ત્યારબાદની સારવાર અને તેમને આપવામાં આવતી દવાઓ અને સારવારનો સમાવેશ થાય છે. આ પ્રકારની તમામ માહિતીની તપાસ માટે SITમાં અલગ-અલગ વિભાગના નિષ્ણાતોને સામેલ કરવામાં આવશે. આ ટીમ સમગ્ર કૌભાંડનો રિપોર્ટ તૈયાર કરીને ગૃહ વિભાગને સુપરત કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલની કુખ્યાત કામગીરી, કુલ 112 દર્દીના જીવ લીધા

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળિયાની ધરપકડ

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલે ખોટા-રિપોર્ટ બતાવી PMJAYમાંથી મંજૂરી મેળવીને લોકોના જીવ સાથે રમત કરી