Ahmedabad News/ અમદાવાદ દરિયાપુરમાં જુગારધામમાં PCBના દરોડા, 11 લોકોની ધરપકડ

Ahmedabad News : અમદાવાદના દરિયાપુર ચારવાટ વિસ્તારમાં જુગારધામ ચાલતું હતું. તેની પોલીસને બાતમી મળતાં ત્યા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે જુગારનો સામાન અને આરોપીની પકડ કરી હતી.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News : રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ચોરી-લૂંટફાટ, હત્યા બાદ હવે જુગારધામના કિસ્સા વધતા પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યાં છે. દરિયાપુર ચારવાટમાં PCBના ચાલતાં જુગારધામ દરોડા કરવામાં આવ્યા હતા.  PCBના દરોડા દરમિયાન PCBએ 11 જુગારીઓને જુગારધામ પરથી ઝડપ્યા હતા. જુગારધામના સંચાલક તરીકે યુસુફ શેખ અને ઝુબેર પટેલ ચલાવતાં હોવાનું સામે આવ્યુ છે.

જુગારધામમાં જુગાર રમતા અને રમાડતાં બંનેની PCBએ ધરપકડ કરી છે. જુગારધામમાંથી કુલ રૂપિયા 97550 રોકડા જપ્ત કર્યા છે. દરિયાપુર PCBએ જુગારધામ પરથી 11 મોબાઈલ અને 6 મોબાઈલ પણ જપ્ત કર્યા હતા. જુગારધામમાં પકડાયેલ આરોપીઓની પૂછપરછ અને યોગ્ય તપાસ હાથ ધરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટડીમાં ACBના PIના ભાઇના ઘરે ઝડપાયું જુગારધામ, 50 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો કબ્જે

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી જુગારધામ ઝડપાયું

આ પણ વાંચો: સુરતમાં SMCના જુગારધામ પર દરોડા, કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો