EPFO ના પૈસા ATM થી ઉપાડવાની સુવિધા આવતા વર્ષ સુધીમાં શરૂ કરવામાં આવશે. આ માહિતી સામે આવતા જ EPFO સભ્યોમાં ખુશીની લહેર દોડી છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે EPFO નાણાં ઉપાડવાની સુવિધા હેઠળ, EPFOનાં સભ્યો અથવા ગ્રાહકો બેંકિંગ જેવી સુવિધાઓ મેળવી શકશે.ATM માંથી PF ની રકમ ઉપાડવા માટે સમર્પિત કાર્ડ ઇશ્યૂ કરવામાં આવી શકે છે.
સુમિત્રા ડાવરાનાં (Sumitra Daware) જણાવ્યા અનુસાર, આ માટે હાર્ડવેર અપડેટ કરવામાં આવશે અને ત્યારબાદ નવી સિસ્ટમનો પ્રારંભ થશે. જણાવી દઈએ કે, EPFO સભ્યોને હાલમાં ક્લેમ સેટલમેન્ટ માટે 7 થી 10 દિવસ સુધી રાહ જોવી પડે છે.
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનનાં (EPFO) સભ્યો માટે આ મહત્વપૂર્ણ માહિતી છે કે તેઓ ATM જેવા કાર્ડથી તેમના PF ખાતાની કુલ જમા રકમમાંથી માત્ર 50 ટકા સુધી જ ઉપાડી શકશે. જે સભ્યોનો સરેરાશ માસિક પગાર રૂ. 15 હજારથી વધુ છે તેઓ તેમના પીએફ ખાતામાંથી રૂ. 7 લાખ સુધીની રકમ મેળવી શકે છે. આ સિવાય, જેમની સરેરાશ માસિક આવક રૂ. 15 હજારથી ઓછી છે, તેમને ATM માંથી રૂ. 5.5 લાખ સુધી ઉપાડવાની સુવિધા આપવામાં આવી શકે છે.
શ્રમ સચિવે એવી પણ માહિતી આપી હતી કે મૃતક EPFO સભ્યોનાં નોમિની પણ ATM દ્વારા તેમની એમ્પ્લોયી ડિપોઝિટ લિન્ક્ડ ઇન્શ્યોરન્સ (EDLI) ક્લેમની રકમ ઉપાડી શકશે. નોકરીદાતાઓ આ વીમા યોજનામાં યોગદાન આપે છે.
આ પણ વાંચો: EPFOએ ઓટો ક્લેમની રકમ 100000 રૂપિયા કરી, સેટલમેન્ટ સુધી મળશે વ્યાજ
આ પણ વાંચો: PFમાં મોટા ફેરફારોની તૈયારી… આ મર્યાદા સમાપ્ત થઈ શકે છે, પછી શું તમને વધુ લાભ મળશે!
આ પણ વાંચો: EPFO સંબંધિત લેટેસ્ટ અપડેટ આવ્યું સામે, જાણો કેટલો થશે ફાયદો?
