Entertainment News: પ્રખ્યાત ગુજરાતી ગાયિકા કૈરવી બુચ (Kairavi Buch) અને પલ્મોનોલિજસ્ટ ડો. જયદીપ ચૌહાણ (Dr. jaydeep chauhn) લગ્નનાં બંધનમાં બંધાયા છે. ‘રાધા રાની લાગે’ ગાયિકા કૈરવી સિંગરની સાથે ડેન્ટિસ્ટ પણ છે.
કૈરવી બુચ અમદાવાદમાં રહે છે, તેને એમડી પલ્મોનોલોજિસ્ટ અને લંગ સ્પેશિયલિસ્ટ ડો. જયદિપ ચૌહાણ સાથે પ્રાઈવેટ સેરેમની યોજી હતી. તેને કહ્યું કે, તેના લગ્ન ફેરી ટેલ હતા. કૈરવીએ તેના લગ્નના ફોટા સોશિયલ મિડિયા પર શેર કર્યા હતા. જયદીપનું મૂળ વતન રાજકોટ છે પરંતુ તે હાલમાં અમદાવાદમાં રહે છે. બંનેએ 14 ડિસેમ્બરે લગ્ન કર્યા છે.

બંનેએ રાજકોટની હેરિટેજ હોટલમાં લગ્ન કર્યા હતા. કૈરવીએ ઓરેન્જ રંગનો લહેંગો પહેર્યો હતો. ફોટામાં જયદીપ કૈરવીને મંગળસૂત્ર પહેરાવતો જોવા મળે છે. જયદીપે ઓફ વ્હાઈટ રંગની શેરવાની પહેરી હતી. તેણે અગાઉ ઈન્ટરવ્યૂમાં જણાવ્ય હતું કે, સગાઇ લગભગ છ મહિના પહેલા થઇ હતી. પરંતુ તેને અમે ખાનગી રાખી હતી.

બંને પહેલી વાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મળ્યાં હતા. જયદીપ ત્યાં કામ કરતો હતો, તે પહેલા ત્યાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશનનો પ્રમુખ પણ હતો. તે વખતે તેને ત્યાં એક શો હતો અને તે તેનું આયોજન કરી રહ્યો હતો. ત્યારે પ્રથમ મુલાકાત થઈ અને પછી ડેટ કરવાનું શરૂ કર્યું હતું.
