Ahmedabad News/ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે માંગ્યા જામીન, હાઈકોર્ટમાં આજે સુનાવણી

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલે હાઈકોર્ટમાં માંગ્યા જામીન.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલે હાઈકોર્ટમાં જામીન માંગ્યા. આજે ગુજરાત હાઈકોર્ટમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. 19મી જુલાઈની રાત્રે પોતાની જગુઆર કારથી તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. અગાઉ તથ્યને તેના દાદાની અંતિમ વિધિમાં સામેલ થવા પોલીસના જાપ્તા સાથે હંગામી જામીન આપવામાં આવ્યા હતા. આજે હાઈકોર્ટમાં તથ્ય પટેલના જામીન મંજૂર થશે કે તે અંગે સુનાવણી દરમ્યાન નિર્ણય લેવામાં આવશે.

હાઈકોર્ટમાં જામીન માંગનાર તથ્ય પટેલ એક બિલ્ડર પિતાનો પુત્ર છે. તથ્યના પિતાનું નામ પ્રજ્ઞેશ પટેલ છે અને ગોતામાં રહે છે. ઇસ્કોન બ્રિજ પર ગોઝારો અકસ્માત કરનાર તથ્ય પટેલની સાથે એ સમયે જગુઆર કારમાં 3 યુવતી અને 2 યુવાનો પણ હોવાની મીડિયામાં ચર્ચા હતી. 19મી જુલાઈએ ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતે રાજ્યભરમાં ઉહાપોહ મચાવ્યો હતો. આ કેસ લાંબો સમય સુધી મીડિયામાં ચર્ચામાં રહ્યો. પોતાની જગુઆર કારથી અકસ્માત સર્જનાર તથ્ય પટેલ અને તેના પિતા સામે પણ અનેક ગુના નોંધાયો. જો કે આ કેસમાં હજુ સુધી કોઈ ચુકાદો આવ્યો નથી. આ કેસ વધુ પેસીદો બની રહ્યો છે કેમકે થોડા સમય અગાઉ જ અકસ્માતમાં મહત્વનો પુરવો ગણાતી એવી તથ્ય ચલાવતો હતો તે જગુઆર કાર કોઈ બનાવટી સહી કરીને છોડાવી ગયું હતું.

ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી પર સુનાવણી થઈ રહી છે. દરમ્યાન સાબરમતી જેલમાં સજા ભોગવનાર આરોપી તથ્ય દ્વારા હાલમાં જામીન અરજી કરવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ પણ તથ્ય દ્વારા હૃદય સંબંધિત તકલીફને લઈને હંગામી જામીન માંગવામાં આવ્યા હતા. જો કે આ મામલે કોર્ટે અરજદારના ફ્રેશ મેડિકલ સર્ટિફિકેટ મંગાવ્યા હતું. અને તેના બાદ તથ્યને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર કરાવવા સૂચન કરાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દબાણ ખાતુ જ દબાણ હેઠળઃ અમદાવાદના સાઉથ ઝોનની મ્યુનિ. ઓફિસની બહાર જ દબાણો

આ પણ વાંચો: અમદાવાદ: લો ગાર્ડન ખાણી-પીણી બજારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા

આ પણ વાંચો:AMC અમદાવાદમાં ન્યૂયોર્ક ટાવર જેવો ટાવર બનાવશે