Ahmedabad News/ અમદાવાદ 31St ની તૈયારી વચ્ચે ડ્રગ્સનો ઘટસ્ફોટ: 3.5 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

Ahmedabad News : અમદાવાદની વટવા પોલીસ 31મીને ધ્યાનમાં રાખીને વટવા વિસ્તારમાં વાહન ચેકીંગ કરી રહી હતી. ડ્રગ્સ પેડલર પાસેથી વટવા પોલીસે 3.50 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડયો.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News : અમદાવાદ શહેરમાં ડ્રગ્સની દુનિયામાં નવો ઘટસ્ફોટ થયો છે. વટવા પોલીસે 31મી ડિસેમ્બરની ઉજવણી પહેલાં જ એક મોટી કાર્યવાહી કરીને 3.5 કરોડ રૂપિયાની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. આ સાથે એક આરોપીને પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વટવા પોલીસ 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને વટવા વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન એક ખાનગી બસને ચેકિંગ માટે રોકવામાં આવી હતી. બસમાં સવાર એક શખ્સ પાસેથી 12 કિલો ગાંજાના પેકેટ મળી આવ્યા હતા. પોલીસે આ શખ્સની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી.

વટવા પોલીસે આરોપી યોગેશભાઈ રતિલાલ દસાડિયા પાસે થી 12 કિલો હાઇબ્રિડ ગાંજો, આધાર કાર્ડ, થાઈ એરલાઇન્સ ફ્લાઇટ બેંગકોક થી મુંબઈની ટિકિટ, ભારતીય પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વિવો કંપનીનો મોબાઇલ ફોન, બે ટ્રાવેલિંગ બેગ, સહિત કુલ કિંમત રૂ. 3,60,12,900/- નો મુદામાલ કબજે કરી ને વધુ તપાસ હાથ ધરી છે સાથે જ નિધિ અને સાયલી નામની મહિલાઓની શોધખોળ શરૂ કરી છે સાથે પકડાયેલ આરોપીને લઈને વટવા પોલીસે એ તપાસ શરૂ કરી છે

પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે, તેણે આ ગાંજો થાઇલેન્ડથી લાવ્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે, તેને આ કામ કરવા માટે એક મહિલાએ પ્રેરિત કર્યો હતો. આ મહિલાએ તેને વિદેશમાંથી પાર્સલ લાવીને આપવા બદલ મોટી રકમ આપવાનું વચન આપ્યું હતું. પોલીસે આરોપી પાસેથી ગાંજા સહિત અન્ય વસ્તુઓ કબજે કરી છે. આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આરોપી સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની દાણચોરીનો મોટો પર્દાફાશ, 15 કિલો હાઇડ્રોપોનિક કેનાબીસ ડ્રગ જપ્ત

આ પણ વાંચો: અમદાવાદના 18 વર્ષીય યુવકનુ ડ્રગ્સ ઓવરડોઝના કારણે મોત

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમબ્રાંચે 1.03 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપ્યું