Junagadh News/ કેશોદ શહેરમાં 8 આખલાના મોતથી ગૌ-સેવકોમાં રોષ

શોદમાં 8 આખલાના મોત થતા ગૌ-સેવકોમાં રોષ જોવા મળ્યો. વેરાવળ રોડ પર તડફડિયા મારતાં 8 આખલા મોતને ભેટ્યા.

Top Stories Gujarat Others

Junagadh News: કેશોદમાં 8 આખલાના મોત થતા ગૌ-સેવકોમાં રોષ જોવા મળ્યો. વેરાવળ રોડ પર તડફડિયા મારતાં 8 આખલા મોતને ભેટ્યા. અજાણ્યાં શખ્સોએ ઝેર આપ્યાની ગૌસેવકોએ શંકા જતા પશુપાલન વિભાગનો પણ સંપર્ક કરી શકે છે.

આખલાના મોતની ઘટનાની જાણ થતાં લાયન નેચર ક્લબના ગૌસવકો ઘટના સ્થળે પંહોચ્યા. અને તરફડિયા મારતાં આખલાની સારવાર હાથ ધરી. ગૌ-સેવકોએ આખલાને બચાવવાના સતત પ્રયત્નો કર્યા છતાં સારવાર કારગત ના થઈ. અંતે 9 આખલા મોતને ભેટ્યા. પ્રાથમિક તપાસમાં ખોરાકી ઝેરથી ધણખૂંટના મોત થયાની શંકા સેવાઈ રહી છે.

સામાન્ય રીતે રોડ પર રખડતા આખલાના કારણે લોકોને અનેક વખત ગંભીર ઇજાનો સામનો કરવો પડે છે. કેટલીક વખતે બે આખલા બાખડતા અથવા તો રોડ વચ્ચે આવતા આખલા અનેક સંજોગોમાં લોકોના મૃત્યુનું કારણ બન્યા છે. ત્યારે આજે જૂનાગઢના કેશોદમાં 8 આખલાની સ્થિતિ વધુ ગંભીર જણાઈ. વેરાવળ રોડ પર 8 આખલા તરફડિયા મારતા હોવાની માહિતી મળતા જ ગૌસેવક ઘટનાસ્થળ પર પંહોચી ગયા હતા. ગૌસેવકો દ્વારા આખલાની સતત સારવાર કરવામાં આવી પરંતુ તેમના પ્રયાસ નિષ્ફળ ગયા. અને આખલા મોતને ભેટ્યા. આખલાની સ્થિતિ જોતા ગૌસેવકોને કંઈક શંકાસ્પદ જણાયું. તેમને શંકા છે કે અજાણ્યા શખ્સ દ્વારા આ 8 આખલાને ઝેરી ખોરાક અપાયો છે જેના કારણે તેમનું મોત નિપજયું. એકસાથે 8 આખલાના મોતને લઈને ગૌસેવક રોષે ભરાયા અને આ મામલાની તપાસ કરવા પોલીસનો સંપર્ક કર્યો. સમગ્ર મામલે ગૌસેવકોએ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ 31St ની તૈયારી વચ્ચે ડ્રગ્સનો ઘટસ્ફોટ: 3.5 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમબ્રાંચે PMJAY દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો, માત્ર 5 મિનિટમાં બનાવતા હતા કાર્ડ – 6 આરોપીની ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદની વટવા પોલીસને મળી મોટી સફળતા, 3.60 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો