Pakistan News: પાકિસ્તાન (Pakistan)ના ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa)માં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 16 પાકિસ્તાની સૈનિકો (16 pakistani soldiers) માર્યા ગયા અને 8 ઘાયલ (16 soldiers) થયાના અહેવાલ છે. આ હુમલો દક્ષિણ વજીરિસ્તાનના માકિનના લિટા સર વિસ્તારમાં પાકિસ્તાન(Pakistan)ની સુરક્ષા ચોકી પર થયો હતો. તે આતંકવાદી હુમલો હોવાની આશંકા છે. આ હુમલાની જવાબદારી હાલમાં કોઈ સંગઠને લીધી નથી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “લીટા સર વિસ્તારમાં એક સુરક્ષા ચોકી પર મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો.” આ પહેલા 5 ઓક્ટોબરે અનેક આતંકી હુમલામાં 16 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ખુર્રમ જિલ્લામાં થયેલા હુમલામાં સાત સૈનિકો માર્યા ગયા અને બે ઘાયલ થયા. આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) એ હિંસાની જવાબદારી સ્વીકારી હોવાનું કહેવાય છે.

સત્તાવાર આંકડાઓ અનુસાર, ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa)માં TTP અને બલૂચિસ્તાન પ્રાંતમાં અલગતાવાદી વંશીય બલૂચ વિદ્રોહીઓ દ્વારા તીવ્ર હુમલાઓના પરિણામે એકલા આ વર્ષે સેંકડો સુરક્ષા કર્મચારીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. પાકિસ્તાનનો આરોપ છે કે TTP આતંકવાદીઓને અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનું સમર્થન મળે છે. જો કે, તાલિબાન કહે છે કે તે તેની જમીનનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે થવા દેતું નથી.
પોલીસ ચોકી પર હુમલો
પાકિસ્તાન(Pakistan)ના અશાંત ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મંગળવારે એક પોલીસ ચેક પોસ્ટ પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા, જેમાં ઓછામાં ઓછા બે પોલીસકર્મીઓના મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ આતંકવાદી હુમલો પર્વતીય વિસ્તારમાં શાંગલા જિલ્લાના ચકેસર વિસ્તારમાં થયો હતો. આતંકવાદીએ સુરક્ષા ચોકી પર ગ્રેનેડ ફેંક્યો અને ગોળીબાર કર્યો. ચાકેસરમાં પોલીસ ચોકી પર આતંકવાદીઓ દ્વારા કરાયેલા ગ્રેનેડ હુમલામાં બે પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા, પોલીસે જણાવ્યું હતું.
ઘાયલ પોલીસ અધિકારીઓને તાત્કાલિક બટ્ટગ્રામની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પોલીસે જણાવ્યું હતું. જો કે આ હુમલાની કોઈ પણ આતંકી સંગઠને તાત્કાલિક જવાબદારી લીધી નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:વફાદાર પત્ની ન મળતા કુકર સાથે કર્યા લગ્ન, ‘કુકર તેની બધી વાત માને છે’
આ પણ વાંચો:એક પ્રશ્ન અને 100 લોકોએ તેમની નોકરી ગુમાવી…જાણો કંપનીએ આવું શું પૂછ્યું?
