Vadodar News : વડોદરાની IOCL રિફાઇનરીમાં ગઈકાલે ફરી એકવાર આગ લાગી છે. IOCL રિફાઇનરીમાં 40 દિવસમાં બીજી આગની ઘટના છે. અગાઉ 11 નવેમ્બરે થયેલા વિસ્ફોટમાં 2 કામદારોના મોત થયા હતા. આ સમગ્ર મામલે જીલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા હતાં. હજુ તો આ ઘટના ભુલાઈ નથી અને આ ઘટના કયા કારણોસર બની તે અંગેના રિપોર્ટ પણ એજન્સીઓ દ્વારા આપવામાં આવ્યો નથી. ત્યારે આજે ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા ગ્રામ્ય SDM એ જણાવ્યું હતું કે, આ ઘટના અંગેની જાણ થતા અમારી ટીમ અને અમે સ્થળ પર પહોંચ્યા છીએ. હાલમાં સ્થાનિક ફાયારની મદદથી આગને કાબુમાં લેવામાં આવી છે. આ આગ લાગવાનું પ્રથામિક કારણ કેબલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યુ છે છતા આ અંગે અમે તપાસ કરીશું.
સ્થાનિક ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે અને પ્રાથમિક તપાસમાં કેબલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, સત્તાવાળાઓ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. આ ઘટના બાદ રિફાઇનરીની સલામતી સંબંધિત ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: વડોદરાની IOCL રિફાઈનરીમાં જોરદાર ધડાકો, ધુમાડાના ઉડ્યા ગોટે ગોટા,આગ પર મેળવાયો કાબુ
આ પણ વાંચો: વડોદરામાં રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટ:કોયલીમાં IOCL રિફાઇનરીમાં ભીષણ આગ
આ પણ વાંચો: વડોદરામાં સ્કાયલિફ્ટ બગડી, બહુમાળી ઇમારતમાં આગ લાગી તો કોર્પો. હાથ ઘસતું રહી જશે
