Banaskantha News/ દિયોદરમાં LCBની કાર્યવાહી, વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

બનાસકાંઠામાં LCB એ મોટી કાર્યવાહી કરતાં યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપ્યું. અત્યારે નકલી, બનાવટી અને ડુપ્લીકેટની બોલબાલા છે.

Top Stories Gujarat Others

Banaskantha News: બનાસકાંઠામાં LCB એ મોટી કાર્યવાહી કરતાં યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપ્યું. અત્યારે નકલી, બનાવટી અને ડુપ્લીકેટની બોલબાલા છે. બનાસકાંઠા LCB એ મોટી કાર્યવાહી કરતાં વધુ એક બનાવટી કૌભાંડનો પર્દાફાશ કર્યો. દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.

સબસીડી યુક્ત યુરિયા ખાતરમાંથી ડુપ્લીકેટ યુરિયા લિક્વિડ બનાવવામાં આવતું હતું. ડુચકવાડા ગામની સીમમાં ખેડૂતના ખેતરમાં ડુપ્લીકેટ લિક્વિડ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. બાતમીના આધારે એલસીબી રેડ કરી વધુ એક કૌભાંડ ઝડપી પાડ્યું. અને મોટા પ્રમાણમાં સબસીડી યુક્ત યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો.

એલસીબી દિયોદર પોલીસ મથકે મુદ્દા માલ લઈ જાય વધુ કાર્યવાહી હાથ ધરી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ખેડૂતે યુરિયા લિકવિડ બનાવવાનો પ્લાન્ટ ઊભો કર્યો હતો તે જમીન ભાડા પટ્ટે અન્ય વ્યક્તિઓને આપી હતી. આ મામલે પોલીસે અંદાજે 1 લાખ 15 હજાર રૂપિયાનો મુદામાલ જપ્ત કરતાં વધુ તપાસ હાથ ધરી છે. ખેડૂત માલિક તેમજ ભાડા પટ્ટે આપનાર શખ્સોની પણ પોલીસ પ્રાથમિક પૂછપરછ કરશે. આ મામલે સબસીડી યુક્ત ખાતર ક્યાંથી લવાતું હતું અને ડુપ્લીકેટ લિક્વિડ ક્યાં વેચાતું હતું સમગ્ર બાબતોની તપાસ કરાશે. પોલીસે દિયોદરના ડુચકવાડા ગામમાં ખેતરમાં બનાવેલ ફેક્ટરી સઘન તપાસ કરી શકમંદોની વધુ તપાસ હાથ ધરશે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય, ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ અપાશે

આ પણ વાંચો:રાજ્યમાં મહેસુલ ક્ષેત્રે થયેલી ડિજિટલ ક્રાંતિ : જાણો શું થયા ફેરફાર અને તમે કેવી રીતે લેશો લાભ

આ પણ વાંચો:PM મોદીએ સ્વામિત્વ યોજનાની કરી શરૂઆત, જાણો