Ahmedabad News/ ઇસ્કોન મંદિરમાં દીકરીનું બ્રેઈન વોશ કરાયાનો આરોપ, પિતાની હેબિયસ કોર્પસની અરજી

અમદાવાદનું ઇસ્કોન મંદિરમાં વિવાદમાં આવ્યું છે. ઇસ્કોન મંદિરમાં યુવાન દિકરીનું બ્રેઈનવોશ કરી ગોંધી રાખવામાં આવતી હોવાનો એક પિતા દ્વારા ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)નું ઇસ્કોન મંદિર (Iscon Temple)માં વિવાદમાં આવ્યું છે. ઇસ્કોન મંદિર (Iscon Temple)માં યુવાન દિકરીનું બ્રેઈનવોશ (Brianwash) કરી ગોંધી રાખવામાં આવતી હોવાનો એક પિતા દ્વારા ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો. શહેરના મેઘાણીનગરમાં રહેતા નિવૃત્ત આર્મીમેન દ્વારા આ આક્ષેપ કરતા દિકરીને આ ચુંગલમાંથી છોડાવવા હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી.

આર્મીમેન પિતાએ કહ્યું કે તેમની પુત્રી અવાર-નવાર ઇસ્કોન મંદિરની મુલાકાત લે છે. દરમ્યાન તેની મુલાકાત ઇસ્કોનના પૂજારી સુંદરમામા સાથે થઈ. તેમની દિકરીએ સુંદરમામાને તેના ગુરુ બનાવ્યા. પરંતુ ધીરે-ધીરે મારી પુત્રી ઇસ્કોન મંદિરમાં વધુ સમય ગાળવા લાગી. પિતાએ કહ્યું કે જ્યારે મંદિરના સ્વામીઓ દ્વારા તેમને કહેવામાં આવ્યું કે તમારી પુત્રીના લગ્ન અમારા એક શિષ્ય સાથે કરી દો. ત્યારે તેમને આંચકો લાગ્યો હતો. તેઓ રાજપુરોહિત હોવાથી તેમણે અન્ય જાતિમાં તેમની દિકરીના લગ્ન કરવાની ના પાડતા તેમને ઇસ્કોન મંદિરના સ્વામીઓ તરફથી ધમકીઓ મળવા લાગી હતી.

શ્રદ્ધાના સ્થળ સમાન ઇસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓનું બ્રેઈન વોશ કરાતું હોવાનું એક પિતાએ આક્ષેપ કરતાં ફરી ભક્તિના નામે ચાલતા ધતિંગને લઈને ખોટી પ્રવૃત્તિઓ સામે આવી છે. નિવૃત્ત આર્મી ઓફિસરે કહ્યું કે તેમને બે દીકરા અને એક યુવાન દીકરી છે. યુવાન દિકરીને ભક્તિ વધુ પ્રિય હોવાથી તેઓ ઇસ્કોન મંદિર જતી હતી. જો કે તેમની દિકરીના લગ્ન તેમના શિષ્ય જોડે કરાવવાનો સ્વામીઓના આગ્રહ બાદ તેમણે દિકરીને મંદિર જવાની ના પાડી હતી. છતાં પણ સ્વામીઓના પ્રભાવમાં આવેલ દિકરી અમારું માનવાના બદલે તેમનું માની મથુરાના એક શિષ્ય ભાગી ગઈ. સ્વામીઓએ દિકરીને ભડકાવીને તેની પાસેથી 23 તોલા સોનું અને 3.62 લાખ રૂપિયા રોકડા લઈને મથુરાના શિષ્ય સાથે ભગાડી દીધી. વધુમાં યુવાન દિકીરના પિતાએ ઇસ્કોન મંદિરના સ્વામીઓ પર આરોપ મૂક્યો કે તેઓ છોકરીને ફસાવી ગોપીઓ બનાવી મંદિરમાં ગોંધી રાખે છે અને પોતે પ્રભુ છે તેમ બતાવી તેમની જોડે રાસલીલા રચે છે.

નિવૃત્ત આર્મી જવાને પુત્રી પરત મેળવવા હાઈકોર્ટમાં એડવોકેટ પર્મેશ ગુર્જર મારફતે હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે. આ કેસમાં હાઇકોર્ટના જસ્ટિસ સંગીતા કે, વિશેન અને જસ્ટિસ સંજીવ જે. ઠાકરની ખંડપીઠે રાજ્ય સરકાર, પોલીસ કમિશનર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવતા કેસની વધુ નાવણી જાન્યુઆરીમાં કરવામાં આવશે. આર્મીમેનની પુત્રી જૂન મહિનામાં ભાગી હતી જેના બાદ પિતાએ જુલાઈ મહિનામાં પોલીસ કમિશન્રર, કાયદા મંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ ના આવ્યું. આથી થાકી હારી પિતાએ મંદિરના સ્વામીઓ દ્વારા બ્રેઈન વોશ કરાયેલ પુત્રી પાછી મેળવવા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતીઓ પાસપોર્ટ માટે અરજી કરવામાં દેશમાં પાંચમા ક્રમે,છેલ્લા 6 વર્ષમાં 44.17 લાખને પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવ્યા

આ પણ વાંચો:ગુજરાતીઓને તત્કાળ મળશે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા

આ પણ વાંચો:ગુજરાતીઓએ દિવાળીમાં આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે