BG Group Scam: BZ કૌભાંડની તપાસમાં વધુ એક ઘટસ્ફોટ થયો. CID પોલીસે કૌભાંડની તપાસમાં પાડેલ રેડ દરમ્યાન દસ્તાવેજ જપ્ત કર્યા હતા તેમાંથી સ્ફોટક માહિતી મળી. જપ્ત કરેલા દસ્તાવેજમાં સામે આવ્યું કે આ કૌભાંડમાં શિક્ષકો, પ્રિન્સિપાલ અને અધિકારીઓએ ઉપરાંત હવે જમીન દલાલો પણ એજન્ટ બન્યા હોવાનો ખુલાસો થયો. જપ્ત કરાયેલા દસ્તાવેજની તપાસ કરતાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને હિંમતનગરના જમીન દલાલો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું.

એક કા ડબલ કરવાની પોન્ઝી સ્કીમ BZ કૌભાંડમાં જમીન દલાલો પણ એજન્ટ હોવાનો ઘટસ્ફટો થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. જમીન દલાલ એજન્ટોને રોકાણ લાવવા પર 10 ટકા કમિશન આપવામાં આવતું હતું. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના જમીન દલાલોને 10 ટકા કમિશન ઉપરાંત મોંઘી ભેટની લાલચ આપવામાં આવી હતી. જપ્ત કરેલા દસ્તાવેજની ચકાસણી કરતાં બીઝેડ માટે કામ કરતા આશરે ૩૦ જેટલા મોટા જમીન દલાલોની યાદી મળી. જમીન દલાલો દ્વારા 50 કરોડથી વધુ રકમની કમાણી કરાઈ હોય તેવું ખુલ્યું. આ સ્કેમમાં હજુ કોણ-કોણ સામેલ હશે તેને લઈને રહસ્ય ઘેરાઈ રહ્યું છે.

BZ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભુપેન્દ્રસિંહ ઝાલાએ ફાઈનાન્સ કંપની ખોલી અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. BZ કૌભાંડમાં CID પોલીસે તપાસ તેજ કરતા પ્રાંતિજના શિક્ષક પર સંકજો કસ્યો છે. CID પોલીસે કૌભાંડમાં વધુ માહિતી મેળવવા હિંમતનગરના પ્રાંતિજની પ્રાથમિક શાળાના શિક્ષકની કડકાઈથી પૂછપરછ કરતા અનેક રહસ્યો ખૂલ્યા હતા. CID પોલીસ BZ કૌભાંડમાં મોટા માથા સંડોવાયેલા હોવાની શંકા જતા તપાસ વધુ તેજ કરતા નાનામાં નાની વિગતો એકત્ર કરી રહી છે. આ તપાસમાં શિક્ષક ઉપરાંત ભૂપેન્દ્ર ઝાલાના એક ઓફિસ બોયની પણ પૂછપરછ કરવામાં આવી હતી. BZ કૌભાંડની તપાસ કરતી સીઆઈડી પોલીસને હિમંતનગરની શાળામાંથી મહત્વની જાણકારી મળી હતી. હિંમતનગરમાં એક પ્રિન્સિપાલની પૂછપરછમાં જાણવા મળ્યું કે અનેક શિક્ષકો અને અધિકારીઓ ઉપરાંત જમીન દલાલો BZ પોન્ઝી સ્કીમમાં એજન્ટ બન્યા છે. પોલીસ અને CID આ કૌભાંડમાં વધુ કોણ કોણ સામેલ છે તેને લઈને તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: BZ ફાઇનાન્સ કૌભાંડ: CID ક્રાઈમે 7 આરોપીઓની કરી ધરપકડ, 360 કરોડના ટ્રાન્જેકશનના ખુલાસા
આ પણ વાંચો: BZ કૌભાંડ મામલે CIDની તપાસ તેજ, શિક્ષક અને ઓફિસ બોયની પૂછપરછ, પોલીસ અધિકરીઓની સંડોવણીની ખુલી પોલ
આ પણ વાંચો: BZ કોભાંડ વચ્ચે જિલ્લાના શિક્ષણાધિકારી રજા પર…! શિક્ષણ વિભાગની કચેરીઓમાં મોટાભાગના ટેબલો ખાલી…
