Not Set/ પાક.ને સમજાવવા સિંધુ જળ રોકવાની કવાયત શરૂ, જળવિદ્યત ઉત્પાદન કરવામાં આવશે

નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે સિંધુ જલ સમજૂતી મુજબ પોતાના ભાગના પાણીનો પૂરેપુરો ઉયોગ કરવા માટે શુક્રવારે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની પહેલી બેઠક મળી હતી. આ દરમિયાન પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં સિંધુ નદી પર બનનાર બાંધને ઝડપી બનાવવાને લઇને પણ ચર્ચા થઇ હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર મુજબ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ નૃપેદ્ર મિશ્રાની અધ્યક્ષતામાં થયેલી આ […]

Uncategorized

નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે સિંધુ જલ સમજૂતી મુજબ પોતાના ભાગના પાણીનો પૂરેપુરો ઉયોગ કરવા માટે શુક્રવારે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની પહેલી બેઠક મળી હતી. આ દરમિયાન પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં સિંધુ નદી પર બનનાર બાંધને ઝડપી બનાવવાને લઇને પણ ચર્ચા થઇ હતી.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર મુજબ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ નૃપેદ્ર મિશ્રાની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં પ્રસ્તાવિત જળવિદ્યુત પરિયોજના અને સિંધુ, ઝેલમ અને ચેનાબ નદીના પાણીના વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે જળાશય અને નહેર બનાવવાનું કામ ઝડપી બનાવવાને લઇને ઉડાંણ પૂર્વક વિચાર કરવામાં આવ્યો હતો.

આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબમા એસ સભાને સંબોધન કરતી વખતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, સિંધુના વહીજતા પાણીની એક એક ટીપું પંજાબના ખેડૂતોને આપવામાં આવશે. આ પહેલા 27 સપ્ટેમ્બરે પીએમ મોદી અધ્યક્ષતામાં સિંધુ જળ સમજૂતી પર સમિક્ષા બેઠક મળી હતી. ત્યાર બાદ આ પ્રોજેક્ટ શરૂ કરવાની કવાયત હાથ ધરવામા આવી હતી. જો કે, આ જેનાબ પ્રોજેક્ટ પહેલા સરકાર સ્વાલકોટ(1856 મેગાવૉટ), પાકુલ દુલ (1,000 મેગાવૉટ), અને બુરસર ( 800 મેગાવૉટ) પ્રોજેક્ટ શરૂ કરશે.