ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ એશીઝ સીરીઝમાં, ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે એક રેકોર્ડ બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે, ગુરુવારે એશેઝ 2019નાં પ્રથમ ટેસ્ટમાં શાનદાર 144 ફટકાર્યા હતા. સ્ટીવની ટેસ્ટ કારકિર્દીની આ 24મી અને એશેઝમાં 9મી સેન્ચુરી હતી.

સ્ટીવ સ્મિથે સ્થાપ્યો નવો કિર્તીમાન
આ સદી ફટકારવાની સાથે જ સ્ટીવ સ્મિથ સૌથી ઓછી ઇનિંગમાં 24 સેન્ચુરી ફટકારવાના મામલે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.ઇંગ્લેન્ડ વિરુદ્ધ એજબેસ્ટન મેદાન પર સ્મિથ તેની ટેસ્ટ કારકિર્દીની 118મી ઇનિંગ્સમાં 24 સેન્ચુરી પૂરી કરી છે. વિરાટ કોહલીએ આટલી જ સેન્ચુરી માટે 123 ટેસ્ટ ઇનિંગ રમી હતી.

સૌથી ઓછી ઇંનિગ્સમાં સદીઓ ફટકારવા છે મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેન
સૌથી ઓછી ઇંનિગ્સમાં સદીઓ ફટકારવા મામલે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેન છે. તેમણે માત્ર 66 ઇનિંગ્સમાં 24 સેન્ચુરી ફટકારી હતી. આ યાદીમાં સ્મિથ, કોહલી બાદ સચિન તેંડુલકર (125 ઇનિંગ), સુનીલ ગાવસ્કર (128 ઇનિંગ) અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડન (132 ઇનિંગ)નો નંબર આવે છે.

સ્મિથ સંયુક્ત રીતે 3 સ્થાન પર આવી ગયા
સ્મિથ દ્વારા નવમી વિકેટ માટે પીટર સિડલની સાથે 88 રનોની ભાગીદારી કરવામાં આવી હતી. જ્યારે અંતિમ વિકેટ માટે નાથન લાયનની સાથે 74 રન જાડ્યા હતા. ઇંગ્લેન્ડ વિરુદ્ધ સ્મિથની 9મી સેન્ચુરી હતી. આ મામલામાં તે સંયુક્ત રીતે 3 સ્થાન પર આવી ગયા છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધારે ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ બ્રેડમેન (19)ના નામે છે. વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ગૈરી સોબર્સે (10) અને સ્ટીવ વા (10)ના બીજા સ્થાન પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
