Not Set/ ગુજરાત બનશે ગગનચુંબી, 50-60 માળની ઇમારતો બાંધવાની પરવાનગી પર સરકારની વિચારણા

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિયલ એસ્ટેટ માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટમાં દુબઈ, સિંગાપોરની જેવા 50 થી 60 માળના આઈકોનિક બિલ્ડિંગનો પ્રોજેક્ટ તૈયાર કરવા કહ્યું હતું. આ સાથે આ પ્રકારના આઈકોનિક પ્રોજેક્ટ લાવનાર ડેવલપરને વધારાની એફએસઆઈ આપીને સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવાની જાહેરાત પણ કરી હતી. ક્રેડાઈ ગુજરાત દ્વારા આયોજિત […]

Uncategorized

ગાંધીનગર,

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિયલ એસ્ટેટ માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટમાં દુબઈ, સિંગાપોરની જેવા 50 થી 60 માળના આઈકોનિક બિલ્ડિંગનો પ્રોજેક્ટ તૈયાર કરવા કહ્યું હતું.

આ સાથે આ પ્રકારના આઈકોનિક પ્રોજેક્ટ લાવનાર ડેવલપરને વધારાની એફએસઆઈ આપીને સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવાની જાહેરાત પણ કરી હતી. ક્રેડાઈ ગુજરાત દ્વારા આયોજિત ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019ના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ રિયલ એસ્ટેટને લઈને મોટુ નિવેદન આપ્યું હતું.

Related image

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે સરકારે જી.ડી.સી.આરમાં ટાઉન પોલીસીને પ્રસ્તુત કરી છે. આપણે ઝડપથી ટાઉન પ્લાનિંગની સ્કીમો મંજૂરી કરી રહ્યા છે. નાણામંત્રીએ પણ રાહત જાહેર કરી અધૂરી ઇમારતોને કામ પૂર્ણ કરવા માટે નાણા ધીરવાની જાહેરાત કરી છે. શહેરીકરણ વધી રહ્યુ છે ત્યારે આ જાહેરનામું ખૂબ ઉપયોગી બનશે.

સીએમ વિજય રૂપાણીએ આગળ કહ્યું કે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે. રાજ્યના ચાર મહાનગર દુબઈ, હોંગકોંગ, સિંગાપોર જેવી સ્કાયલાઇન બને છે તેવી ઇમારતો બને તેના માટે મંજૂરી આપવા સરકાર વિચારણા કરી રહી છે.

વિજય રૂપાણીએ આ બધી જાહેરાતો અમદાવાદ ખાતે યોજાયેલા બિલ્ડરોના સેમિનારમાં કરી હતી. આ પરિષદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પણ હાજર રહ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.