Gandhinagar News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો સાંભળીને નિવારણ લાવ્યા

રાજ્ય સ્વાગતમાં મળેલી વિવિધ ૭૩ રજૂઆતોમાંથી ૬૦ રજૂઆતો વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ સાંભળીને નિવારણની દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરી

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળીને તેનું સ્થળ પર નિવારણ લાવ્યા હતા.રાજ્ય સ્વાગતમાં વિવિધ વિભાગોની ૭૩ જેટલી રજૂઆતો આવી હતી તેમાંથી ૬૦ રજૂઆતો વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ સાંભળીને નિવારણની દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. જે ૧૩ રજૂઆતો મુખ્યમંત્રીસમક્ષ આવી હતી તેમાં પણ સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ, જિલ્લા અને તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા પરામર્શ કરીને નિવારણ કરીને આ રજૂઆતોનું નિવારણ લાવવામાં આવ્યું હતુ.

દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આ ગુરુવાર તા.૨૬ ડિસેમ્બરે મુખ્યમંત્રી સમક્ષ જે રજૂઆતો આવી હતી તેમાં મહેસુલ, પંચાયત, પોલીસ, શહેરી વિકાસ, શિક્ષણ, સહકાર જેવા વિભાગોનો સમાવેશ થયો હતો. પ્રજાજનોની સમસ્યા કે રજૂઆતોને તાત્કાલિક ધ્યાને લઈ તેના નિવારણ માટે પ્રો-એક્ટિવ એપ્રોચ અપનાવવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સૂચન કર્યુ હતું.

મુખ્યમંત્રીએ રાજકોટ-અમદાવાદ સિક્સ લેન યોજનાની સમીક્ષા પણ કરી હતી અને મહેસુલ, માર્ગમકાન તથા ગૃહ વિભાગને બાકીની કામગીરી ત્વરાએ પૂર્ણ કરવાના નિર્દેશ આપ્યાં હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવઓ સર્વ પંકજ જોષી અને એમ.કે. દાસ, મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, ઓ.એસ.ડી.  ડી. કે. પારેખ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવઓ જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વિજળી યોજના હેઠળ કપડવંજનું સુકી ગામ ખેડા જિલ્લાનું પ્રથમ સોલર વિલેજ

આ પણ વાંચો: ખેડાના વણાકબોરી પાવર સ્ટેશન નજીક દીપડાની દહેશત યથાવત

આ પણ વાંચો: TV પર સતત ખ્યાતિકાંડના ન્યૂઝ જોવાનું ભારે પડ્યું : ખેડાના ફાર્મહાઉસના એક રૂમમાંથી ઝડપાઈ ગયા