USA News: અમેરિકાના ફ્લોરિડામાંથી (Florida) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિઝા ડિલિવરી ગર્લની (Delivery Girl) ગર્ભવતી મહિલાની હત્યાનો (Murder of Pregnant Women) પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ કથિત રીતે તેને $2 ની ટીપ આપવાનો ઇનકાર કર્યો હતો, જેનાથી તે ગુસ્સે થઈ હતી. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ 22 વર્ષીય બ્રિઆના અલ્વેલો તરીકે થઈ છે. તેણે મહિલા પર એક ડઝનથી વધુ વખત છરી વડે હુમલો કર્યો. જોકે આ ઘટનામાં મહિલાનો આબાદ બચાવ થયો હતો.
આ ઘટના ફ્લોરિડામાં એક મોટેલમાં બની હતી. મહિલા તેના બોયફ્રેન્ડ અને 5 વર્ષની પુત્રી સાથે તેનો જન્મદિવસ ઉજવી રહી હતી અને તેણે પિઝાનો ઓર્ડર આપ્યો હતો. $33 પિઝા ઓર્ડર કર્યા પછી મહિલા ડિલિવરી વર્કરને નાની ટીપ આપે છે. માહિતી મુજબ રવિવારે રાત્રે 10 વાગ્યે તે છરીથી સજ્જ એક માસ્ક પહેરેલા સાથી સાથે મોટેલ પરત ફરી હતી. બંનેએ મહિલા પર હુમલો કર્યો હતો. તેઓ ઘટનાસ્થળેથી ભાગી જતા પહેલા અલ્વેલોએ પીડિતાને કથિત રીતે 14 વખત છરી મારી હતી.

હુમલા દરમિયાન પીડિતાએ તેની પુત્રીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હુમલાખોરોએ તેની પીઠ પર પણ હુમલો કર્યો હતો. તેણીએ મદદ માટે કોઈને ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એલવેલોએ તેનો ફોન તોડી નાખ્યો. હુમલા બાદ પીડિતાને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેની હાલત સ્થિર છે. CCTV ફૂટેજના આધારે, પોલીસે ટૂંક સમયમાં જ આરોપીને શોધી કાઢી અને તેની ધરપકડ કરી. તેની સામે હત્યાનો પ્રયાસ, ઘરમાં ઘુસણખોરી, હુમલો અને અપહરણના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. જોકે તેનો સાથી હજુ ફરાર છે. એલવેલોને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને હાલમાં તેને ઓસેઓલા કાઉન્ટી જેલમાં રાખવામાં આવી છે.
પિઝા ચેઈનના માલિકે આ મામલે દુઃખ વ્યક્ત કર્યું છે અને માફી માંગી છે. કંપનીએ લોકોને ખાતરી આપી છે કે તેઓ અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે જ્યારે તપાસ ચાલુ છે. “ગ્રાહકો અને ટીમના સભ્યોની સલામતી અને સુખાકારી હંમેશા અમારી પ્રાથમિકતા રહી છે,” કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો:લિફ્ટમા લઈ જઈને હત્યા કરતો,લાશની માફી માંગતો, પંજાબમાં 11 હત્યા કરનાર સિરિયલ કિલર
આ પણ વાંચો:4 હત્યા, આઈસ્ક્રીમ ખાઈ છોડ્યું DNA, 28000 પોલીસનો મળી નિષ્ફળતા
આ પણ વાંચો:ક્રિમિનોલોજીના વિદ્યાર્થીએ અનુભવ કરવા કરી દીધી નિર્દોષની હત્યા, પોલીસ ચોંકી ઉઠી
