Rajkot News/ રાજકોટમાં કન્ટ્રક્શન સાઈટના 9માં માળેથી પડતા શ્રમિકનું મોત

રાજકોટમાં કન્ટ્રક્શન સાઈટ પર કામ કરતાં વધુ એક શ્રમિકનું મોત નિપજ્યું. ન્યૂ 150 ફૂટ રીંગ રોડ પર બની રહેલ બિલ્ડિંગની કામગીરી કરતા 9મા માળેથી શ્રમિક નીચે પટકાયો.

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટ (Rajkot)માં કન્ટ્રક્શન સાઈટ (Construstion site) પર કામ કરતાં વધુ એક શ્રમિક (worker)નું મોત  (died)નિપજ્યું. ન્યૂ 150 ફૂટ રીંગ રોડ પર બની રહેલ બિલ્ડિંગની કામગીરી કરતા 9મા માળેથી શ્રમિક નીચે પટકાયો. ઉંચાઈએથી નીચે પટકાતા જ શ્રમિકનું મોત નિપજયું. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પંહોચી ગઈ અને વધુ વિગતો એકત્ર કરી રહી છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં અમદાવાદ ઉપરાંત સુરત અને વડોદરા બાદ હવે અન્ય શહેરોમાં પણ હાઈરાઈઝ બિલ્ડીંગ બની રહ્યા છે. રાજકોટમાં 14 માળની બનતી હાઈરાઈઝ બિલ્ડીંગમાં ગઈકાલે દુર્ઘટના બનવા પામી. ડાયમંડ હિલ્સ નામની નામના બિલ્ડીંગમાં 14 માળનું કામ ચાલી રહ્યું છે. દરમ્યાન અંહી કામ કરતાં મોટાભાગના શ્રમિકો સાઈટ પર જ રહેતા હોય છે. ત્યારે ગત રાત્રે સુવા ગયેલ શ્રમિક એકાએક નીચે પટકાયો. અને વધુ ઊંચાઈએથી પડતા નવ યુવાન શ્રમિકનું મોત નિપજયું.

પોલીસને આ ઘટનાની માહિતી મળતાં જ ડાયમંડ હિલ્સ ખાતે પંહોચી. ઘટનાની તપાસ કરતાં સામે આવ્યું કે બિલ્ડિંગ સાઈટ ઉપર અંદાજિત 60 જેટલા શ્રમિકો કામ કરે છે અને તેમાંના મોટાભાગના આ બિલ્ડીંગ સાઈટ પર જ રહે છે. અને આથી જ ગઈકાલે એક શ્રમિક જયારે રાતવાસો કરવા બિલ્ડીંગની ઉપર જતો હતો ત્યારે અચાનક નીચે પટકાયો. મૃત્યુ પામનાર શ્રમિકનું નામ રાજુ નાનસિંહ વસુનિયા હોવાનું સામે આવ્યું. રાજુ મુળ મધ્યપ્રદેશનો વતની છે. પોલીસ આ ઘટનામાં વિસ્તારમાં રહેલ સીસીટીવીના આધારે વધુ તપાસ કરશે કે શ્રમિક કેવી રીતે નીચે પટકાયો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

આ પણ વાંચો:અમદાવાદ સિવિલની બહાર એમ્બ્યુલન્સની લાઇન ઓછી થતી નથી, કોરોનાની વાસ્તવિકતાના જુઓ દ્રશ્યો

આ પણ વાંચો:સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી