Surat News/ હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી, લેબગ્રોનની માગ વધતા બજાર સ્થિર રહેવાના અણસાર

હાલમાં હીરા ઉદ્યોગના 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી જોવા મળી છે.

Top Stories Gujarat Surat

Surat News: હીરા ઉદ્યોગના (Diamond Industry) 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી (Recession) રહેવા પામી છે. કોરોના પછી નેચરલ હીરાના બજારમાં મંદી જોવા મળી છે. દેશ-દુનિયાના માર્કેટમાં નેચરલ ડાયમંડ બાદ લેબગ્રોન હીરાની માગમાં વધારો થયો છે. સુરતના કારખાનેદારો કર્મચારીઓને રોજી આપવા લેબગ્રોન તરફ વળ્યા છે. હાલ હીરાના માર્કેટમાં થોડીક સ્થિરતા રહેવાના અણસાર છેેેેેે.

સુરત (Surat) શહેર વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. હાલમાં હીરા ઉદ્યોગના 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી જોવા મળી છે. શુક્રવારે રેપાપોર્ટે હીરાના ભાવમાં 5 ટકાનો ઘટાડો કરતા હીરાના કામદારોમાં અસંતોષ જોવા મળ્યો હતો. કોરોના પછી નેચરલ હીરાનું માર્કેટ સાવ નીચે બેસી ગયા બાદ લેબગ્રોન ડાયમંડ તરફ જતો પ્રવાહ જોવા મળ્યો. દેશ-દુનિયાના માર્કેટમાં લેબગ્રોન (Lab grown diamond) હીરાની ડિમાન્ડમાં વધારો પણ જોવા મળ્યો છે.

સુરતના કારખાનેદારો કર્મચારીઓને રોજી આપવા લેબગ્રોન તરફ વળ્યા છે. હાલ મંદી હોવાથી લેબગ્રોનની માગ વધતા માર્કેટ સ્ટેબલ રહેવાના અણસાર જોવા મળ્યા છે.  સુરતના 65 ટકા કારખાનામાં લેબગ્રોન હીરાનું કટિંગ-પોલિશિંગ શરૂ થઈ ગયું છે. લગ્નસરાની મોસમને હવે જૂજ દિવસો રહ્યાં છે, ત્યારે હીરાના ઘરેણાના વેચાણમાં પણ વૃદ્ધિ થવાની સુરતના વેપારીઓ, કર્મચારીઓ આશા જોઈ રહ્યાં છે. લેબગ્રોન ડાયમંડના 4 વર્ષ પહેલાં માત્ર 350 કારખાનાં હતા , હાલ 5200થી વધુ થઈ ગયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રેપાપોર્ટે હીરાના ભાવમાં કર્યો ઘટાડો, સુરતના હીરા ઉદ્યોગકારોમાં ભારે નિરાશા

આ પણ વાંચો:સુરત હીરા ઉદ્યોગમાં મંદી, મંદીના કારણે રત્ન કલાકાર વાહન ચોરીના રવાડે ચડ્યો

આ પણ વાંચો:જી-7 દેશોએ રફ હિરા પર પ્રતિબંધ લગાવતા સુરતના હીરા ઉદ્યોગને થશે માઠી અસર