Ahmedabad News/ અમદાવાદમાં જ્વેલર્સના શો રૂમમાં લૂંટ મામલે થયા મોટા ખુલાસા

પોલીસે UPની ગેંગના કેટલાક લોકોની અટકાયત કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં (Ahmedabad) સાઉથ બોપલમાં જ્વેલર્સના શો રૂમમાં ચાર દિવસ પહેલા 60 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેના આધારે પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે.

અમદાવાદમાં સાઉથ બોપલ વિસ્તારમાં ગુરૂવારે ધોળા દહાડે હથિયાર લઈ બૂકાનીધારીઓ 2 થી 3 લૂંટારાઓએ લાખોના સોના-ચાંદીના ઘરેણાની લૂંટને અંજામ આપ્યો હતો. બે લૂંટારૂઓએ પિસ્તોલ લઈને શો રૂમમાં ઘૂસી આવ્યા હતા અને કિંમતી દાગીના લઈ ગયા હતા. આ ઘટનાથી બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈ ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસને શંકા હતી કે લૂંટ કરનારી ગેંગમાં સિક્યુરીટી ગાર્ડની પણ સંડોવણી હોઈ શકે છે.

આ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં લૂંટ કરનારી ગેંગ ઉત્તરપ્રદેશની હોવાની ખુલાસો થયો છે. પોલીસે UPની ગેંગના કેટલાક લોકોની અટકાયત કરી છે. પોલીસની 3થી 4 ટીમોએ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ધામા નાખ્યા હતા. બોપલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં ધોળે દિવસે રિવોલ્વર બતાવી લૂંટ : ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ

આ પણ વાંચો:ચાકૂ મારીને લૂંટના બનાવમાં ગેંગ ઝડપાતા લૂંટના 21 ગુના ઉકેલાયા

આ પણ વાંચો:અમદાવાદમાં હનીટ્રેપમાં ફસાયો વેપારી, સોનાના ઘરેણાં સહિત 5 લાખની લૂંટ