Bharuch News: ભરૂચ(Bharuch)ના અંકલેશ્વર(Ankelshwar) સ્થિત સિગ્નેચર કોમ્પલેક્ષમાં નર્મદા પેરા મેડિકલ નર્સિંગ કલાસીસના મહિલા સંચાલિકાને ઝડપી પાડી છે તેમજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ પોલીસે (Bharuch Police) મહિલાને કોર્ટમાં રજૂ કરતા પોલીસને 6દિવસના રિમાન્ડ મળ્યા છે.
ભરૂચના રાહડપોર રોડ ઉપર આવેલ મિલન રેસિડેન્સીમાં રહેતી રશ્મિબેન મૂળજી વસાવાએ વર્ષ 2021માં અંકલેશ્વરના સિગ્નેચર કોમ્પલેક્ષમાં નર્મદા પેરા મેડિકલ નર્સિંગ કલાસીસમાં જી.એન.એમ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો.જે બાદ પોતાના ઓરીજનલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. અને એક લાખથી વધુની છેતરપીંડી કરી હતી. આ છેતરપીંડી અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી નર્મદા પેરા મેડિકલ નર્સિંગ કલાસીસના સંચાલિકા ચેતનાબેન નામદેવ નવગીરને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
@વાસુ
આ પણ વાંચો:વડોદરા જિલ્લાની આરોગ્ય સવલતોની સર્વગ્રાહી સમીક્ષા કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
આ પણ વાંચો:GNLU ખાતે મદદનીશ વકીલો માટે તાલીમ કાર્યક્રમનો મંત્રી ઋષિકેશ પટેલે કરાવ્યો શુભારંભ
આ પણ વાંચો:આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્રના ત્રિદિવસીય પ્રવાસ પર
