Vadodara/ Msu નો હોસ્ટેલ માં મહેફીલ માણતા વિદ્યાર્થીઓ સામે લેવાશે એક્શન!!

વોર્ડને ચોકવનારી કબૂલાત કરતા જણાવ્યું હતું કે પ્રથમ વખત ડ્રિંક્સ પાર્ટી પણ યોજાઈ જેને લઈ ને વિશ્વ વિખ્યાત યુનિવર્સીટીની ગરીમા લજવાઈ છે, પાર્ટીમાં સામેલ વિદ્યાર્થીઓ સામે પગલાં ભરવા યુનિવર્સિટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં  આવી રહી છે.

Top Stories Gujarat Vadodara

વડોદરાની એમ એસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન અને દારૂની મહેફીલનો વિડીયો સોમવારે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જે ઘટના બાદ યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરાની એમએસયુની એમએમહોલ  હોસ્ટેલનો આ વીડિયો  સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, ત્યારે એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાતના સમયે ચિકન અને દારૂની મહેફિલમાં 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓ પાર્ટી કરી રહ્યા હોય તેવો  વીડિયો સોશિયલ મીડિયામાં ચકચાર મચાવી હતી. એમ એસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વર્ષોથી દાદાગીરીથી રહેતા બહારની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામે પગલાં ભરવા માંગ ઉઠી છે.  હવે જ્યારે તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે પાર્ટી કરનાર સામે કેવા પગલાં લેવામાં આવે છે તે એક સવાલ છે.

યુનિવર્સિટીનીના હોસ્ટેલ કેમ્પસમાં આવેલા  એમએમ હોલના રૂમ નંબર 38 માં પાર્ટી  થઈ હતી. તે રૂમ ને સીલ કર્યો છે, સમગ્ર ઘટના અંગે યુનિવર્સીટીના એમ.એમ હોલના વોર્ડન વિજય સોલંકી એ જણાવ્યું હતુ, કે આ પાર્ટીમાં 10 થી 12 જેટલા લોકો હતા,જે રૂમ માં પાર્ટી થઈ તેમાં એક્સ સ્ટુડન્ટસ પણ હાજર હતા જ્યારે વોર્ડને ચોકવનારી કબૂલાત કરતા જણાવ્યું હતું કે પ્રથમ વખત ડ્રિંક્સ પાર્ટી પણ યોજાઈ જેને લઈ ને વિશ્વ વિખ્યાત યુનિવર્સીટીની ગરીમા લજવાઈ છે, પાર્ટીમાં સામેલ વિદ્યાર્થીઓ સામે પગલાં ભરવા યુનિવર્સિટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં  આવી રહી છે.

એમ.એસ.યુનિવર્સિટીમાં વારંવાર દારૂની મહેફિલની ઘટનાઓ સામે આવે છે.