HMPV Case : રાજ્યમાં HMPV કેસો વધતાં જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકને HMPV વાયરસ કેસ પોઝિટિવ આવતા સારવાર માટે થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાળકને તાવ, શરદી, કફ અને ઉલટી થઇ હતી. 13 જાન્યુઆરીના રોજ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી.
અમદાવાદ શહેરમાં 26 ડિસેમ્બર થી લઈને 13 જાન્યુઆરી સુધીમાં 5 જેટલા HMPV વાયરસના કેસ પોઝિટિવ આવ્યા છે. 5 માંથી 3 બાળકો છે. ત્યારે 2 દર્દીઓ વૃદ્ધ છે. ત્રણેય બાળ દર્દીઓને શરદી, ખાંસી, તાવ, અને કફની તકલીફ હતી. જ્યારે 2 વૃદ્ધ દર્દીઓને અસ્થમા અને સુકી ખાંસી તેમજ શરદીની તકલીફ હતી. એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. પાંચે દર્દીઓને સારવાર વખતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 2 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.
આ વાયરસને કારણે બાળકોમાં શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અને બાળકોને ઠંડીથી બચાવવાની સલાહ આપી છે. જો કોઈ બાળકને શરદી, ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરવો જોઈએ.
આ પણ વાંચો: કચ્છના 59 વર્ષીય આધેડને HMPV પોઝિટિવ, રાજ્યમાં કુલ 5 કેસ
આ પણ વાંચો: રાજ્યમા HMPV વાયરસના કેસોમાં વધારો, અમદાવાદના 9 મહિનાનો બાળક પોઝિટિવ
આ પણ વાંચો: અમદાવાદમાં HMPV બીજો કેસ, 80 વર્ષના વૃદ્ધનો કેસ, સેમ્પલને ગાંધીનગર મોકલાયું
