મેટા ફરી એકવાર પર્ફોર્મન્સ આધારિત નોકરીઓમાં કાપ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 3,600 કર્મચારીઓની છટણી કરવામાં આવી શકે છે. કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે કંપનીના કુલ કર્મચારીઓમાંથી લગભગ 5 ટકા કર્મચારીઓને આ છટણીથી અસર થશે. આ પગલાનો હેતુ મેટાની કામગીરી વ્યવસ્થાપન પ્રક્રિયાને ઝડપી અને વધુ અસરકારક બનાવવાનો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, કર્મચારીઓને મોકલવામાં આવેલા મેમોમાં ઝકરબર્ગે કહ્યું, ‘અમે પરફોર્મન્સ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડને વધુ વધારવા માટે નબળા પરફોર્મર્સને દૂર કરવાનો નિર્ણય લીધો છે.’
10,000ની છટણી થઈ ચૂકી છે
આ પગલું મેટાના 2023ના ‘કાર્યક્ષમતાના વર્ષ’ ઝુંબેશના ભાગ રૂપે આવ્યું છે, જેમાં પહેલેથી જ 10,000 નોકરીઓમાં કાપ જોવા મળ્યો છે. ઝુકરબર્ગે કહ્યું હતું કે અગાઉ કંપની સામાન્ય રીતે એક વર્ષમાં નીચા પ્રદર્શનને સંભાળતી હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ઘટાડો ઝડપથી કરવામાં આવશે. છટણી છતાં, મેટા 2025 માં નવી ભૂમિકાઓ અને તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
એટલું જ નહીં, કંપનીનું ફોકસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સ્માર્ટ ચશ્મા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રહેશે. ઝકરબર્ગે આવનારા વર્ષને ‘તીવ્ર’ ગણાવ્યું છે. તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે સપ્ટેમ્બર 2024 સુધીમાં, મેટામાં આશરે 72 હજાર કર્મચારીઓ હતા.
માઇક્રોસોફ્ટે પણ કરી છે મોટી છટણી
મેટાની જેમ માઈક્રોસોફ્ટ પણ ખરાબ પરફોર્મન્સવાળા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે. જો કે, અસરગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. બિઝનેસ ઇનસાઇડરના અહેવાલમાં જણાવાયું છે કે કંપની વિવિધ વિભાગોમાં છટણીની તૈયારી કરી રહી છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાના નેતૃત્વમાં, આ પગલું કંપનીના ઉચ્ચ-પ્રદર્શન કાર્યબળને જાળવી રાખવા અને તેની કામગીરીનું પુનર્ગઠન કરવાની લાંબા ગાળાની વ્યૂહરચનાનો એક ભાગ છે.
આ પણ વાંચો: આઈ એમ સોરી ઈન્ડિયા… માર્ક ઝકરબર્ગના નિવેદન બાદ મેટાએ મોદી સરકારની માફી માંગી
આ પણ વાંચો: આઈ એમ સોરી ઈન્ડિયા… માર્ક ઝકરબર્ગના નિવેદન બાદ મેટાએ મોદી સરકારની માફી માંગી
આ પણ વાંચો: Google ફરી કરવા જઈ રહ્યું છે છટણી, તાજેતરમાં 12 હજાર કર્મચારીઓને કર્યા હતા બહાર
